હિમાચલ પ્રદેશ(ઉના): PM મોદી આજે હિમાચલ પ્રવાસ પર છે (PM Modi Himachal Visit). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા ઘર હિમાચલ પ્રદેશને ઉનાથી વંદે ભારત ટ્રેન ભેટમાં આપી છે. હિમાચલના ઉના જિલ્લાના અંબ-અંદૌરા સ્ટેશનથી નવી દિલ્હી જતી આ ટ્રેનનું બુકિંગ આવતીકાલ એટલે કે શુક્રવારથી શરૂ થશે. આ ટ્રેનની સ્પીડ 86 કિમી પ્રતિ કલાક હશે. તેનાથી ઉના થી દિલ્હી જતા મુસાફરોને ઘણો ફાયદો થશે. આ ટ્રેન અંબ-અંદૌરાથી 1 વાગ્યે ઉપડશે અને 6.25 વાગ્યે દિલ્હી પહોંચશે. આનંદપુર સાહિબ, અંબાલા અને ચંદીગઢ તેના સ્ટોપેજ સ્ટેશન હશે. આ દેશમાં બનેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. (Vande Bharat Express in Himachal) દેશમાં દોડતી આ ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Una to New Delhi Vande Bharat Express) છે. તે અઠવાડિયામાં 6 દિવસ દિલ્હીથી હિમાચલના અંબ અંદૌરા સુધી ચાલશે. આ દરમિયાન આ ટ્રેન દિલ્હીથી હરિયાણાના અંબાલા, પછી ચંદીગઢ અને ઉના થઈને હિમાચલના અંબ અંદૌરા સુધી દોડશે. વડા પ્રધાન ચંબાના ચૌગાન મેદાનમાં એક ભવ્ય રેલીને સંબોધિત કરશે. (Rally in Chamba)
એન્જિન વિનાની T-18 અથવા વંદે ભારત એક્સપ્રેસ: દેશની પ્રથમ સેમી-બુલેટ અથવા સેમી-હાઈ સ્પીડ ટ્રેનનું નામ T-18 હતું, જેનું નામ બદલીને વંદે ભારત એક્સપ્રેસ રાખવામાં આવ્યું હતું. ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં બનેલી આ 16 કોચની ટ્રેન દેશની સૌથી અત્યાધુનિક ટ્રેન છે. આ ટ્રેન એન્જિન વગર પાટા પર ચાલે છે, જે તમે મેટ્રો ટ્રેનમાં જોઈ જ હશે. પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દિલ્હી અને વારાણસી વચ્ચે 15 ફેબ્રુઆરી 2019ના રોજ ચલાવવામાં આવી હતી. આ ટ્રેનની સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. (Made in India Train) (Vande Bharat Express Speed) (Features of Vande Bharat Express)
વંદે ભારતની વિશેષતા: વર્ષ 2019માં શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસની સ્પીડ તેની પ્રથમ વિશેષતા છે. આ ટ્રેન 50 થી 55 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડી લે છે, અને તેની મહત્તમ સ્પીડ 180 પ્રતિ કલાક છે. આ દેશની સૌથી ઝડપી ટ્રેન છે, તેથી તેને ભારતની બુલેટ પણ કહી શકાય. આ સ્પીડના કારણે મુસાફરો 25 થી 45 ટકા ઓછા સમયમાં તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. પરંતુ સ્પીડ સિવાય પણ આ ટ્રેનની ઘણી વિશેષતાઓ છે. (Vande Bharat Express Features)