ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશન 2 અને અમૃત યોજના 2.0 કરી લોન્ચ

આજે શુક્રવારે વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશન 2 અને અમૃત 2.0 યોજના લોન્ચ કરી હતી. લોન્ચિંગ સમયે તેમણે કહ્યું હતું કે, પોતાના શહેરને સાફ રાખવાની મુહિમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે. ઈન્દોર આ દિશામાં એક મિસાલ છે. જેનાંથી અન્ય શહેરોએ પ્રેરણા લેવી જોઈએ. નદીઓને સુરક્ષિત રાખવી એ પણ આ મિશનનો હિસ્સો છે.

વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશન 2 અને અમૃત યોજના 2.0 કરી લોન્ચ
વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશન 2 અને અમૃત યોજના 2.0 કરી લોન્ચ
author img

By

Published : Oct 1, 2021, 1:22 PM IST

  • વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશન 2.0 કર્યું લોન્ચ
  • વડાપ્રધાને સફાઈ કર્મીઓને ગણાવ્યા રિયલ લાઈફ હિરોઝ
  • સ્વચ્છતામાં ઈન્દોરને મિસાલ ગણાવ્યું, અન્ય શહેરોને પ્રેરણા લેવા કહ્યું

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશન અને અમૃત 2.0 કાર્યક્રમને લોન્ચ કરતી વખતે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની પ્રેરણાથી આ અભિયાન લાવવામાં આવ્યા છે. તેનો ઉદ્દેશ્ય શહેરોને કચરાથી મુક્ત કરાવવાનો, સુએઝ અને સેફ્ટી મેનેજમેન્ટ તથા ઘરોમાં સાફ પાણી પહોંચાડવાનો છે.

કચરાના પ્રબંધન પર આપવામાં આવી રહ્યું છે જોર

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે, અગાઉ શહેરોના રસ્તાઓ અને ગલીઓમાં કચરાના ઢગ જોવા મળતા હતા, પરંતુ હવે તસવીર બદલાઈ છે. હવે, કચરાના પ્રબંધન પર જોર આપવામાં આવે છે. સૂકો અને ભીનો કચરો અલગ રાખવામાં આવે છે. સ્વચ્છતા અને શુભનો એક અતૂટ સંબંધ છે. નાના બાળકો પમ અભિયાનમાં મદદ કરી રહ્યા છે. ઘણા લોકો વેસ્ટમાંથી વેલ્થ પણ બનાવી રહ્યા છે.

શહેરો સાથે નદીઓની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી

વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ત્યારે તેમણે નિર્મલ ગુજરાત અભિયાન શરૂ કર્યું હતું. જેના કારણે ગુજરાતમાં ટૂરિઝમ પણ વધ્યું હતું. પોતાના શહેરને સાફ રાખવાની મુહિમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે. ઈન્દોર આ દિશામાં એક મિસાલ છે અને અન્ય શહેરોએ ઈન્દોર પાસેથી પ્રેરણા મેળવવી જોઈએ. શહેરોની સાથે સાથે નદીઓને સુરક્ષિત રાખવી પણ આ મિશનનો ભાગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.