ETV Bharat / bharat

93 વર્ષના થયા લાલ કૃષ્ણ અડવાણી, વડાપ્રધાન મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી - લાલ કૃષ્ણ અડવાણી 93 વર્ષના થયા

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી રવિવારે 93 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 8 નવેમ્બરના રોજ કરાચીમાં એક સિંધી પરિવારમાં થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અડવાણીનો પરિવાર ભાગલા બાદ ભારત આવ્યો અને મુંબઇ સ્થાયી થયો હતો.

વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી
વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી
author img

By

Published : Nov 8, 2020, 10:49 AM IST

Updated : Nov 8, 2020, 1:14 PM IST

  • લાલ કૃષ્ણ અડવાણી આજે 93 વર્ષના થયા
  • વડાપ્રધાન મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી
  • તેમનો જન્મ 8 નવેમ્બરના રોજ કરાચીમાં થયો

નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી રવિવારે 93 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 8 નવેમ્બરના રોજ કરાચીમાં એક સિંધી પરિવારમાં થયો હતો.વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, લોકો સુધી પહોંચવાની સાથે દેશના વિકાસમાં મહત્તવની ભૂમિકા નિભાવનારા પૂજનીય શ્રી લાલકૃણ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા.તેઓ પાર્ટીના કાર્યકર્તાઓ તથા દેશવાસીઓ માટે પ્રેરણા રૂપ છે. હું તેમના લાંબા જીવન અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

  • भाजपा को जन-जन तक पहुंचाने के साथ देश के विकास में अहम भूमिका निभाने वाले श्रद्धेय श्री लालकृष्ण आडवाणी जी को जन्मदिन की बहुत-बहुत बधाई। वे पार्टी के करोड़ों कार्यकर्ताओं के साथ ही देशवासियों के प्रत्यक्ष प्रेरणास्रोत हैं। मैं उनकी लंबी आयु और स्वस्थ जीवन की प्रार्थना करता हूं।

    — Narendra Modi (@narendramodi) November 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ કરાચીમાં થયો

ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સાતમાં નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927 ના રોજ પાકિસ્તાનના કરાચીમાં એક હિન્દુ સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા વ્યવસાયે ઉદ્યોગસાહસિક હતા.

  • Went to Advani Ji’s residence to wish him on his birthday. It is always a delight to spend time with him. For Karyakartas like me, Advani Ji’s support and guidance remain invaluable. His contributions to nation building are immense. pic.twitter.com/RO5nedXpj4

લાલ કૃષ્ણ અડવાણી લોનો અભ્યાસ કર્યો

તેમણે પ્રારંભિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઇ સ્કૂલમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે હૈદરાબાદ સિંઘના ડીજી નેશનલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઇ સ્થાયી થયો હતો. અહીં તેમણે બોમ્બે યુનિવર્સિટીની લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેમની પત્નીનું નામ કમલા અડવાણી છે. તેમના પુત્રનું નામ જયંત અડવાણી અને પુત્રીનું નામ પ્રતિભા અડવાણી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભકામના પાઠવવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં.

Last Updated : Nov 8, 2020, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.