ETV Bharat / bharat

વડાપ્રધાન આજે યુપીના ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે - વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશની 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમનું આયોજન બપોરે 1 વાગે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા કરવામાં આવશે. જેમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી
author img

By

Published : Aug 5, 2021, 9:42 AM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 1 વાગે વીડિયો કોન્ફરન્સ કરશે
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા મફતમાં કરિયાણું
  • કેન્દ્ર સરકાર ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશની 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.

15 કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા મફતમાં કરિયાણું

ઉત્તર પ્રદેશ 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે સમગ્ર રાજ્યમાં વ્યાપક જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જેથી કોઈ લાભાર્થી યોજનાનો લાભ લેવામાં પાછળ ન રહી જાય. રાજ્યના 15 કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા મફતમાં કરિયાણું મળી રહ્યું છે. રાજ્યમાં લગભગ 80 હજાર વાજબી ભાવની દુકાનો યોજના હેઠળ લાભાર્થીઓને અનાજ પૂરૂં પાડે છે.

આ પણ વાંચો : ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ યોજાયો, વડાપ્રધાન મોદીએ કહ્યું- "રાજકોટનું ઋણ ક્યારેય નહીં ભુલાય"

કેન્દ્ર સરકાર ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી

વડાપ્રધાન મોદી મંગળવારે ગુજરાતની ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાખો પરિવારોને મફત કરિયાણું આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : PM Modiએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમનો અનુભવ જાણ્યો

યોજનામાં પહેલાની સરખામણીએ રેશનકાર્ડ ધારકોને બમણો જથ્થો કરિયાણું અપાઇ રહ્યુંં

વડાપ્રધાને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજનાને દુનિયાએ સ્વીકારી છે અને મહામારી દરમિયાન બે લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે 80 કરોડથી વધુ લોકોને મફત કરિયાણું આપવામાં આવ્યું છે. "આજે કિલો દીઠ ઘઉંના રૂપિયા 2 અને ચોખાના રૂપિયા 3ના ક્વોટા ઉપરાંત દરેક લાભાર્થીને પાંચ કિલો ઘઉં અને ચોખા મફત આપવામાં આવી રહ્યા છે." એટલે કે, આ યોજના પહેલાની સરખામણીએ રેશનકાર્ડ ધારકોને લગભગ બમણો જથ્થો કરિયાણું આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.