ETV Bharat / bharat

PM મોદીએ UPને આપી પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ, કહ્યું- આ UPનો કમાલ છે - ઉત્તર પ્રદેશમાં પીએમ મોદી

જુલાઈ 2018માં પૂર્વાંચલ એક્સપ્રેસ વે (Purvanchal Expressway)નો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ કર્યો હતો અને આજે 16 નવેમ્બરના રોજ વડાપ્રધાન (Prime Minister) આનું લોકાર્પણ પણ કરશે. ઉલ્લેખનીય છે કે પૂર્વાંચલ એક્સપ્રેસ વે લખનૌ (Purvanchal Expressway Lucknow)થી શરૂ થઈને ગાઝીપુર (Ghazipur) સુધી જાય છે, જેનું અંતર લગભગ 341 કિલોમીટર છે.

PM મોદીએ UPને આપી પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ, કહ્યું- આ UPનો કમાલ છે

author img

By

Published : Nov 16, 2021, 4:43 PM IST

  • પૂર્વાંચલ એક્સપ્રેસ વે UPના વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે
  • 2018માં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ PM મોદીએ કર્યો હતો
  • 8 જગ્યાએ ઔદ્યોગિક કોરિડોરની સ્થાપના કરવામાં આવશે

સુલતાનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે 341 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વે (Purvanchal Expressway Lucknow)નું ઉદ્ઘાટન કરવા સુલતાનપુર (Sultanpur) પહોંચી ચૂક્યા છે. તેઓ પૂર્વાંચલ એક્સપ્રેસ વે (Purvanchal Expressway) પર હર્ક્યુલસથી ઉતર્યા છે. તમને જણાવી દઈએ કે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પૂર્વ ઉત્તર પ્રદેશ (East Uttar Pradesh)ના વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે. પ્રદેશના સીએમ યોગી (CM Yogi Adityanath)એ શુક્રવારના સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન (Inauguration of Expressway) સમારંભની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

વિમાનોનું ઇમરજન્સી લેન્ડિંગ થઈ શકશે

ઉલ્લેખનીય છે કે જુલાઈ 2018માં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો અને હવે 16 નવેમ્બર એટલે કે આજે વડાપ્રધાન આનું લોકાર્પણ પણ કરશે. સુલતાનપુરની પાસે લગભગ 3.2 કિલોમીટર લાંબી એક એરસ્ટ્રીપ પણ છે અને 16 નવેમ્બરના કાર્યક્રમ બાદ સંપૂર્ણ ભવ્યતાની સાથે વાયુસેનાનો એક એર શૉ પણ અહીં થશે. તેમણે કહ્યું કે, આના પર વિમાનોનું ઇમરજન્સી લેન્ડિંગ થઈ શકશે.

આઝાદી બાદ પૂર્વ ઉત્તર પ્રદેશની ઉપેક્ષા કરવામાં આવી

મુખ્યપ્રધાને કહ્યું કે, આઝાદી બાદ પૂર્વ ઉત્તર પ્રદેશની ઉપેક્ષા કરવામાં આવતી હતી, પરંતુ વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ, રોજગારની અનેક સંભાવનાઓની દ્રષ્ટિથી આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ એક્સપ્રેસ વે પર 8 જગ્યાએ ઔદ્યોગિક કોરિડોરની સ્થાપના પણ કરવામાં આવશે, જેનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે.

લખનૌથી શરૂ થઈને ગાઝીપુર સુધી પૂર્વાંચલ એક્સપ્રેસ વે

ઉલ્લેખનીય છે કે પૂર્વાંચલ એક્સપ્રેસ વે લખનૌથી શરૂ થઈને ગાઝીપુર સુધી જાય છે, જેનું અંતર લગભગ 340 કિલોમીટર છે. આ રાજ્યના લખનૌ, બારાબંકી, અયોધ્યા, આંબેડકરનગર, અમેઠી, આંબેડકરનગર, અમેઠી, સુલતાનપુર, આઝમગઢ, મઊ અને ગાઝીપુર જિલ્લાની સરહદથી પસાર થશે.

આ પણ વાંચો: ભારતની નિકાસમાં ગયા વર્ષની સરખામણીમાં 35 ટકાનો ઉછાળો

આ પણ વાંચો: પ્રથમ ઓડિટ ડે ફંક્શનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- દેશની સામે પાછલી સરકારોની સત્યતા પૂરી ઈમાનદારી સાથે રાખી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.