ETV Bharat / bharat

PM Modi In ICRISAT : નાના ખેડૂતો પર અમારું ફોકસ છે અમે સતત કૃષિક્ષેત્ર મજબૂત કરતાં રહીશું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના પાટનચેરુમાં ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી-એરિડ ટ્રોપિક્સની 50મી વર્ષગાંઠની ઉજવણીમાં (PM Modi In ICRISAT ) હાજરી આપી હતી. અહીં તેમણે ખેડૂતોના મુદ્દે મહત્ત્વની વાતો જણાવી હતી.

PM Modi In ICRISAT : નાના ખેડૂતો પર અમારું ફોકસ છે અમે સતત કૃષિક્ષેત્ર મજબૂત કરતાં રહીશું
PM Modi In ICRISAT : નાના ખેડૂતો પર અમારું ફોકસ છે અમે સતત કૃષિક્ષેત્ર મજબૂત કરતાં રહીશું
author img

By

Published : Feb 5, 2022, 5:49 PM IST

હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના પાટનચેરુમાં ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી-એરિડ ટ્રોપિક્સ (ICRISAT) ની 50મી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી (PM Modi In ICRISAT )આપી હતી.આ સાથે ICRISAT નો વિશેષ લોગો પણ તેમણે લોન્ચ કર્યો હતો. તેમની સાથે તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન (Telangana Governor Tamilisai Soundararajan ) અને કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ હતાં.

50 વર્ષની સફરને અભિનંદન આપી વધાવતાં પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદના પાટનચેરુમાં ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સેમી-એરીડ ટ્રોપિક્સ (ICRISAT) કેમ્પસમાં એક પ્રદર્શનની મુલાકાતે (PM Modi In ICRISAT )આવ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે આજે વસંત પંચમીનો પવિત્ર તહેવાર છે. આજે આપણે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરીએ છીએ. 50 વર્ષ એ ખૂબ જ મોટો સમય છે અને 50 વર્ષની આ સફરમાં જ્યારે જ્યારે જેણે જેણે જે જે પણ યોગદાન આપ્યું છે તે બધા અભિનંદનને પાત્ર છે. જેમણે આ કાર્યને આગળ વધારવા માટે પ્રયત્નો કર્યા છે તેમને પણ હું અભિનંદન આપું છું.

મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખેતીને સરળ અને ટકાઉ બનાવી

પીએમે કહ્યું કે તમે બધા જે ક્ષેત્રમાં છો તેનો આધાર જ્ઞાન, વિજ્ઞાન, નવીનતા, શોધ છે, તેથી વસંત પંચમીના દિવસે આ પ્રસંગનું વિશેષ મહત્વ રહેશે. તેમણે કહ્યું કે તમારી પાસે (PM Modi In ICRISAT Hyderabad) 5 દાયકાનો અનુભવ છે. આ 5 દાયકામાં તમે ભારત સહિત વિશ્વના મોટા ભાગમાં કૃષિ ક્ષેત્રને મદદ કરી છે. તમારા સંશોધનો અને ટેકનોલોજીએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખેતીને સરળ અને ટકાઉ બનાવી છે. ભારતે આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કર્યા હોવાથી તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેવી જ રીતે આગામી 25 વર્ષ ICRISAT માટે પણ એટલા જ મહત્વપૂર્ણ છે.

પીએમ મોદીએ ICRISAT નો વિશેષ લોગો પણ લોન્ચ કર્યો હતો

નાના ખેડૂતોને અમારી સૌથી વધુ જરુર: પીએમ મોદી

પીએમએ કહ્યું કે અમારું ધ્યાન દેશના 80 ટકાથી વધુ નાના ખેડૂતો પર છે જેમને અમારી સૌથી વધુ જરૂર છે. આ બજેટમાં પણ પ્રાકૃતિક ખેતી અને ડિજિટલ એગ્રીકલ્ચર પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાં 80-85 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો માટે હવામાન પરિવર્તન એક મોટી સમસ્યા બની જાય છે. ભારતે માત્ર 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય નક્કી કર્યું નથી, પરંતુ 'પર્યાવરણ માટે જીવનશૈલી'ની જરૂરિયાતને પણ ઉજાગર કરી છે.

આ પણ વાંચોઃ Defence Expo in Gandhinagar : ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી ડિફેન્સ એક્સ્પોના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપશે

ડિજિટલ એગ્રીકલ્ચર આપણું ભવિષ્ય છે

પીએમે કહ્યું કે ભારતને બદલવાનું એક મહત્વપૂર્ણ પાસું છે - ડિજિટલ કૃષિ. આ આપણું ભવિષ્ય છે અને આમાં ભારતના પ્રતિભાશાળી યુવાનો મહાન કામ કરી શકે છે. ડિજિટલ ટેક્નોલોજી વડે આપણે ખેડૂતને કેવી રીતે સશક્ત બનાવી શકાય તે માટે ભારતમાં સતત પ્રયાસો વધી રહ્યા છે. પીએમે કહ્યું કે ખાદ્ય સુરક્ષાની સાથે અમે પોષણ સુરક્ષા પર પણ ધ્યાન આપી રહ્યા છીએ.

ખેતીક્ષેત્રમાં દરેક દિશામાં ધ્યાન

પીએમએ કહ્યું કે આ બજેટમાં પ્રાકૃતિક ખેતી અને ડિજિટલ કૃષિ પર અભૂતપૂર્વ ભાર આપવામાં આવ્યો છે. એક તરફ અમે ઉપધાન્ય અનાજના કવરેજને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, કેમિકલમુક્ત ખેતી પર ભાર આપી રહ્યા છીએ. જ્યારે બીજી તરફ અમે સોલાર પંપથી લઈને ખેડૂત ડ્રોન સુધીની આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ Lunar Mission of India: અંતરિક્ષમાં ભારતની વધુ એક ઊંચી છલાંગની તૈયારી, ઓગસ્ટ 2022માં લોન્ચ થશે ચંદ્રયાન 3

આગામી 25 વર્ષ માટે સંકલ્પ લેવાનો સમયઃ તોમર

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે આ આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ છે. ICRISAT પણ 50 વર્ષ (PM Modi In ICRISAT )પૂર્ણ કરી રહ્યું છે. આ આપણને પ્રેરણા પૂરી પાડવાની તકો છે. આ આપણા સંકલ્પને પૂર્ણ કરવાનો સમય છે અને આવનારા 25 વર્ષ માટે નવા સંકલ્પો લેવાનો સમય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.