ETV Bharat / bharat

Pm Modi And Netanyahu Conversation : ઈઝરાયલ વડાપ્રધાન અને મોદી વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત, મોદીએ ઈઝરાયલને આપી હૈયાધારણ - 123 સૈનિકો માર્યા ગયા

ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ હમાસ સાથેના યુદ્ધની તાજી જાણકારી વડા પ્રધાન મોદી સાથે શેર કરી છે. વડા પ્રધાન મોદીએ ભારત આતંકવાદની કડક શબ્દોમાં નિંદા કરે છે તેવું જણાવી ઈઝરાયલને સાથ આપવાની હૈયાધારણ આપી છે.

ઈઝરાયલ વડા પ્રધાન અને નરેન્દ્ર મોદી વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 5:38 PM IST

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના વાતાવરણમાં ઈઝરાયલ વડા પ્રધાન નેતન્યાહુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. નેતન્યાહુએ મોદીએ યુદ્ધની વર્તમાન પરિસ્થિતિથી માહિતગાર કર્યા છે. મોદીએ ઈઝરાયલ અને તેના નાગરિકો પ્રત્યે પોતાના સમર્થન જાહેર કર્યુ છે.

  • I thank Prime Minister @netanyahu for his phone call and providing an update on the ongoing situation. People of India stand firmly with Israel in this difficult hour. India strongly and unequivocally condemns terrorism in all its forms and manifestations.

    — Narendra Modi (@narendramodi) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડા પ્રધાન મોદીની પોસ્ટઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી કે, નેતન્યાહુ સાથે મારી ટેલિફોનિક વાતચીત થઈ. આ વાતચીત બદલ હું નેતન્યાહુનો આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ ઘડીમાં ઈઝરાયલની સાથે છે. ભારત આતંકવાદના દરેક આયામો અને અભિવ્યક્તિઓની કડક શબ્દોમાં નિંદા કરે છે. શનિવારે હમાસે ઈઝરાયલ પર હવાઈ હુમલો કર્યો હતો. જેના સંદર્ભે વડા પ્રધાન મોદીએ સાંત્વના વ્યક્ત કરી છે. જેમાં તેમણે પીડિતો, દેશવાસીઓ અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરી છે. વડાપ્રધાન મોદી એક્સ હેન્ડલ પર વધુ લખે છે કે આ હુમલાથી તેમને આઘાત લાગ્યો છે. મારી સંવેદના અને પ્રાર્થના આ નિર્દોષ પીડિતો તેમજ તેમના પરિવારો સાથે છે. આ પડકારજનક સમયમાં અમે ઈઝરાયલ સાથે ઊભા છીએ.

ઈઝરાયલ રાજદૂતે માન્યો આભારઃ વડા પ્રધાન મોદીની સાંત્વના બદલ ઈઝરાયલ રાજદૂત નાઓર ગિલોને આભાર માન્યો છે. ગિલોને એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે કે, વડાપ્રધાન મોદીનો ફરીથી એકવાર આભાર. અમારા ભારતીય ભાઈઓ અને બહેનોનો અમને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. કમનસીબે હું દરેકનો વ્યક્તિગત આભાર માની નથી શકતો. અમારા દરેક સાથીઓ વતી મારી કૃતજ્ઞતાનો આપ સ્વીકાર કરો.

900થી વધુ લોકો માર્યા ગયાઃ વર્તમાન રિપોર્ટ અનુસાર હમાસના હુમલામાં અત્યાર સુધી 900થી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે 2,616થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલ સુરક્ષા દળ (IDF) દ્વારા એક્સ હેન્ડલ પર પોસ્ટ કરાઈ છે કે, હમાસ આતંકવાદીઓ દ્વારા ગાઝામાં 30 નાગરિકોને બંધક બનાવાયા છે. ગાઝામાંથી ઈઝરાયલ પર 45000 રોકેટ છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઈઝરાયલી સુરક્ષા દળોએ હમાસના અલગ અલગ 1290 સ્થળો પર હુમલો કર્યો છે. ઈઝરાયલી વાયુ સેના દ્વારા આતંકી સંગઠનના અનેક સ્થળો પર હુમલો કરવામાં આવી રહ્યો છે.

123 સૈનિકોના મૃત્યુઃ આ યુદ્ધમાં ઈઝરાયલના કુલ 123 સૈનિકોના મૃત્યુ થયા છે. 50 પરિવારોમાંથી એક એક સભ્યને હમાસ દ્વારા બંધક બનાવાયા છે. હમાસ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ઈઝરાયલે છેલ્લા 48 કલાકમાં 3,00,000 સૈનિકો લગાડ્યા છે. રિયર એડમિરલ ડેનિયલ હગારીએ વધુ જાણકારી આપી છે કે ઈઝરાયલે ક્યારેય આટલી જલ્દી રિઝર્વિસ્ટ કામે નથી લગાડ્યા. 48 કલાકમાં 3,00,000 રિઝર્વિસ્ટોને ડ્યૂટી સોંપી છે.

ટાઈમ્સ ઓફ ઈઝરાયલનો રિપોર્ટઃ ટાઈમ્સ ઓફ ઈઝરાયલનો રિપોર્ટ છે કે 1973માં યોમ કિપ્પુર સાથેના યુદ્ધ બાદ આ સૌથી મોટું યુદ્ધ ઈઝરાયલ લડી રહ્યું છે. તે સમયે ઈઝરાયલે 4,00,000 રિઝર્વિસ્ટની મદદ લીધી હતી. ઈઝરાયલ સુરક્ષા દળ જણાવે છે કે ગાઝા પટ્ટીની સરહદે તેમને નિયંત્રણ મેળવી લીધું છે. સોમવારે ઈઝરાયલી વાયુસેનાના વિમાનોએ ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદીઓના અનેક સ્થળો પર હુમલો કર્યો હતો. ઈઝરાયલી વિમાનોએ હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતી એક હોસ્પિટલ અને એક મસ્જિદ પર પણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત જમીનમાં બનેલા ભોંયરા તેમજ હમાસ સૈન્ય સ્થળો પર પણ હુમલો કર્યો છે.

  1. Israel-Hamas War: ઈઝરાયલ હમાસ યુદ્ધમાં 11 અમેરિકન્સના મૃત્યુ, અમેરિકા એક્શનમોડમાં
  2. Rajkot News: ઈઝરાયેલમાં રહેતી રાજકોટની સોનલે કહ્યું, "સરકાર અમારી સાથે છે, હાલ કોઈ ચિંતા જેવું નથી"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.