- દેશમાં ખેડૂતો કરી રહ્યાં છે કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન
- પીએમ મોદીએ કર્યો ખેડૂતો સાથે સંવાદ
- 9 કરોડથી વધારે લાભાર્થી ખેડૂતોને સહાય ચૂકવી
નવી દિલ્હી: દેશમાં એક તરફ કૃષિ કાયદાને લઈને ખેડૂતો 30 દિવસથી પ્રદર્શન કતરી રહ્યા છે, બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 9 કરોડથી વધારે લાભાર્થી ખેડૂતોના ખાતામાં રૂપિયા 18 હજાર કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે "પીએમ કિસાન સમ્માન નિધિ" અંતર્ગત લાભાર્થી ખેડૂતોને મળવા પાત્ર આર્થિક લાભની રકમ જાહેર કરી હતી. પીએમ ઓફિસથી જાહેર રકવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, એક બટન દબાવીને વડાપ્રધાન મોદીએ 9 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોના ખાતામાં રૂપિયા 18 હજાર કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી.
વડાપ્રધાન કાર્યાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી દેશના 6 રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ પણ કરશે. જેમાં પીએમ-કિસાન અને કેન્દ્ર સરકારની અન્ય કૃષિ કલ્યાણ યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે અને ખેડૂતો પણ પોતાના અનુભવ પીએમ મોદી સાથે શેર કરશે. આ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં ખેડૂતોના ખેતામાં 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ એવા સમયે યોજાયો છે, જ્યારે દેશની રાજધાની દિલ્હીની સરહદો પર ખેડૂતો કૃષિ કાયદો રદ્દ કરાવવાની માગણી સાથે ગત કેટલાંક અઠવાડિયાથી દેખાવો કરી રહ્યાં છે. જ્યારે સરકાર દાવો કરી રહી છે કે, આ કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે.