ETV Bharat / bharat

Corona Situation In India : વડાપ્રધાન મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, કોરોના અને રસીકરણ પર ચર્ચા

દેશમાં વધતાં જતાં કોરોનાના નવા વેરિઅન્ટને કારણે ચિંતા વધી રહી છે, જે અંગે વડાપ્રધાન મોદીએ (PM Modi) શનિવારે ​​ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોના (Corona Situation In India) અને રસીકરણ (Vaccination In India) અંગે ચર્ચા કરવામાં આવશે.

Corona Situation In India
Corona Situation In India
author img

By

Published : Nov 27, 2021, 10:14 AM IST

Updated : Nov 27, 2021, 3:59 PM IST

  • વિશ્વભરમાં કોરોનાના નવા વેરિઅન્ટની એન્ટ્રી
  • વેરિઅન્ટને કારણે દુનિયાભરના દેશોની ચિંતા વધી
  • વડાપ્રધાન મોદીએ ​​ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

નવી દિલ્હીઃ દેશના ઘણા વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસ (Corona Situation In India) ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ પણ દુનિયાભરના દેશોની ચિંતા વધારી દીધી છે. આ તમામ સંજોગો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે શનિવારે ​​ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. વડાપ્રધાન મોદી દેશમાં કોરોનાની નવીનતમ સ્થિતિ અને રસીકરણને લઈને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરશે.

વડાપ્રધાને કોરોનાને લઈને બોલાવી બેઠક

આરોગ્ય વિભાગ (Ministry of Health and Family Welfare) પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ કોરોનાને લઈને બોલાવેલી આ બેઠક એવા સમયે બોલાવી છે, જ્યારે દેશની શાળા-કોલેજોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, ઓડિશા સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવ્યાના અહેવાલો પણ સામે આવી રહ્યાં છે.

વિશ્વભરના દેશોની ચિંતા વધી

કોરોનાના નવા વેરિઅન્ટ 'Omicron'એ પણ વિશ્વભરના દેશોની ચિંતા વધારી દીધી છે. અમેરિકા સહિત ઘણા દેશોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, ખાસ કરીને દક્ષિણ આફ્રિકાની ફ્લાઇટ્સ અંગે કડક વલણ અપનાવ્યું છે. તે જ સમયે, ભારત તેમને શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ગુરૂવારે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે લગભગ એક વર્ષથી બંધ હતી. કોરોના સામે રક્ષણ માટે રસીના બન્ને ડોઝ લીધા બાદ પણ લોકો હજુ પણ સંક્રમણ થઈ રહ્યા છે. જેના કારણે સરકારની ચિંતા પણ વધી છે.

આ પણ વાંચો:

Last Updated : Nov 27, 2021, 3:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.