ETV Bharat / bharat

PM Modi: ગ્લોબલ લીડર્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો યથાવત - ગ્લોબલ લીડર્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો

મોર્નિંગ કન્સલ્ટને હાલમાં જ પોતાનો એક સર્વે જાહેર કર્યો છે. સર્વે અનુસાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો યથાવત છે. લોકપ્રિયતાના મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે. તાજેતરના સર્વેમાં PM મોદીને 78 ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે.

pm-modi-becomes-worlds-most-popular-leader-in-global-approval-ratings

author img

By

Published : Feb 4, 2023, 7:17 AM IST

અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સાતમે આસમાને પહોંચી છે. તેઓ ભારતના પહેલા નેતા છે, જે વૈશ્વિક સ્તરે આટલા લોકપ્રિય છે. વૈશ્વિક સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એપ્રુવલ રેટિંગ 78% છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા ક્રમે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોરનું નામ છે. તેમનું અપ્રૂવલ રેટિંગ 68 ટકા છે. ત્રીજા નંબરની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનીઝ છે, જેની રેટિંગ 58% છે. ચોથા નંબર પર ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની છે. મેલોનીનું રેટિંગ 52 ટકા છે.

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક યાદીમાં 10મા સ્થાને

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક યાદીમાં 10મા સ્થાને: બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે આ યાદીમાં 5માં નંબરે છે. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાના પ્રમુખ જો બાઇડેન આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. તેનું રેટિંગ 40 ટકા છે. તેમના પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નામ આવે છે. તેનું રેટિંગ પણ 40 ટકા છે. ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આ યાદીમાં 10મા સ્થાને છે. વિશ્વ નેતાઓમાં તેમનું રેટિંગ 30 ટકા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ યાદીમાં 11માં સ્થાને છે. તેનું રેટિંગ 29 ટકા છે.

આ પણ વાંચો Rajasthan News : પાયલોટ જૂથના પ્રધાન રાજેન્દ્ર ગુડા પર વોર્ડ પંચને અપહરણ કરવાનો કેસ નોંધાયો

કેવી રીતે થાય છે સર્વે?: મોર્નિંગ કન્સલ્ટનું કામકાજ બિલકુલ અલગ છે. તેઓનો ઇનપુટ લેવાની પદ્ધતિ પણ પ્રત્યક્ષ છે. મોર્નિંગ કન્સલ્ટ દરરોજ 20 હજાર વૈશ્વિક સ્તરે ઇન્ટરવ્યુ લે છે. ઇન્ટરવ્યુમાં મળેલા જવાબોના આધારે ગ્લોબલ લીડર વિશેનો ડેટા તૈયાર કરવામાં આવે છે. અમેરિકામાં તેનું સેમ્પલ સાઈઝ 45 હજાર છે. બીજી તરફ અન્ય દેશોના નમૂનાનું કદ 500 થી 5000 ની વચ્ચે છે. દરેક દેશમાં વય, લિંગ, પ્રદેશ અને કેટલાક દેશોમાં શિક્ષણના આધારે સર્વેક્ષણોને મહત્વ આપવામાં આવે છે. અમેરિકામાં થતા સર્વેમાં જાતિ અને વંશીયતાને આધાર બનાવવામાં આવે છે અને સર્વે કરવામાં આવે છે.

આ પણ વાંચો G-20 Summit 2023: G-20ના સમાપન પર બાંગ્લાદેશે રોહિંગ્યાનો મુદ્દો ઉઠાવ્યો, પરત ફરવા માટે ભારત પાસે માંગી મદદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી: મોર્નિંગ કન્સલ્ટન્ટે લિસ્ટમાં જે 22 દેશના નેતાઓને સામેલ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વડાપ્રધાન મોદીનો ચાર્મ જોવા મળી રહ્યો છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.