નવી દિલ્હી : ઈન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 2022ના (Bharat Drone Mahotsav 2022) ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતમાં ડ્રોન ટેક્નોલોજીને લઈને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે અદ્ભુત છે. જે ઉર્જા દેખાઈ રહી છે તે ભારતમાં ડ્રોન સેવા અને ડ્રોન આધારિત ઉદ્યોગમાં ક્વોન્ટમ જમ્પનું પ્રતિબિંબ છે. તે ભારતમાં રોજગારના ઉભરતા મોટા ક્ષેત્રની સંભાવના દર્શાવે છે.
આ પણ વાંચો: IPL 2022 Qualifier-2: આજે ફાઇનલમાં પહોંચવા માટે બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે ટક્કરનો મુકાબલો
ઈન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અગાઉની સરકારો દરમિયાન ટેક્નોલોજીને સમસ્યાનો ભાગ માનવામાં આવતી હતી, તેને ગરીબ વિરોધી સાબિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના કારણે 2014 પહેલા શાસનમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે ઉદાસીનતાનું વાતાવરણ હતું. આના કારણે ગરીબો, વંચિતો, મધ્યમ વર્ગને સૌથી વધુ નુકસાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અગાઉની સરકારો દરમિયાન ટેક્નોલોજીને સમસ્યાનો એક ભાગ માનવામાં આવતી હતી. તેમને ગરીબ વિરોધી સાબિત કરવાના પ્રયાસો થયા.
આ પણ વાંચો: બે ગજરાજો વચ્ચે થયું ભીષણ યુદ્ધ, વીડિયો થયો વાઈરલ
હું ડ્રોન દ્વારા કેદારનાથનું કામ નિહાળતો હતો PM મોદી : નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે કેદારનાથના પુનઃનિર્માણનું કામ શરૂ થયું, ત્યારે મારા માટે દર વખતે ત્યાં જવું શક્ય નહોતું. તેથી હું ડ્રોન દ્વારા કેદારનાથનું કામ નિહાળતો હતો. આજે જો આપણે સરકારી કામોની ગુણવત્તા જોવી હોય તો મારે કહેવું જરૂરી નથી કે મારે ત્યાં તપાસ માટે જવું પડશે તો ત્યાં બધું સારું થઈ જશે. જો હું ડ્રોન મોકલું તો તે માહિતી લાવે છે અને તેમને ખબર પણ નથી હોતી કે મેં માહિતી લીધી છે.