- નરેન્દ્ર મોદી તેમની ત્રી-દિવસીય અમેરિકાના પ્રવાસ માટે વોશિંગ્ટન પહોંચ્યા
- યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ વોશિંગ્ટન ડીસીમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે તેમનું સ્વાગત કર્યું
- વરસાદ હોવા છતાં, વિદેશી ભારતીયો પીએમ મોદીના આગમનની આતુરતાથી રાહ જોઈ
- કોવિડ -19 રોગચાળો ફાટી નીકળ્યા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ વિદેશ મુલાકાત
- અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાની તક
વોશિંગ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. તેમના આગમન પર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ વોશિંગ્ટન ડીસીમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે તેમનું સ્વાગત કર્યું. તેમના સિવાય અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ સહિત બ્રિગેડિયર અનૂપ સિંઘલ, એર કોમોડોર અંજન ભદ્રા અને નેવલ એટેચ કોમોડોર નિર્ભયા બાપણાએ પણ પીએમનું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો :કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને મળશે 50 હજાર રૂપિયાનું વળતર
એરપોર્ટ પર લોકોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું
ભારતીય નેતાના સ્વાગત માટે ભારતીય સમુદાયના સોથી વધુ લોકો એરપોર્ટ પર ભેગા થયા હતા. પીએમ મોદીનું વિમાન વોશિંગ્ટનમાં ઉતરતાની સાથે જ ભારતીય ડાયસ્પોરાના ઉત્સાહી સભ્યોએ ઉત્સાહ શરૂ કર્યો. વરસાદ હોવા છતાં, વિદેશી ભારતીયો પીએમ મોદીના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની કારમાંથી બહાર નીકળ્યા અને તેમની સાથે હાથ મિલાવ્યા અને શુભેચ્છા પાઠવી. તેમની મુલાકાત દરમિયાન, તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે અને ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેશે તેમજ વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
આ પણ વાંચો :Horoscope for the Day 23 September : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ
વડાપ્રધાને તાજેતરમાં જ સામેલ કરેલ વિમાન "કસ્ટમ- નિર્મિત બોઇંગ 777" માં યુ.એસ. પહોંચ્યા હતા
બાઇડેન 24 સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીની યજમાની કરશે. બાઇડેન યુએસ પ્રેસિડેન્ટ તરીકે પદ સંભાળ્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, કોવિડ -19 રોગચાળો ફાટી નીકળ્યા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ વિદેશ મુલાકાત છે. ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકા જતા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે તેમની મુલાકાત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાની તક હશે.