નવી દિલ્હી: ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસએ (Government e Marketplace) નાણાકીય વર્ષ 2021-22 માટે રૂપિયા 1 લાખ કરોડની ઓર્ડર વેલ્યુ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, પાછલા વર્ષોની સરખામણીમાં આ નોંધપાત્ર વધારો છે. તેમણે કહ્યું કે GeM પ્લેટફોર્મ ખાસ કરીને MSME ને સશક્તિકરણ કરી રહ્યું છે, જેમાં 57 ટકા ઓર્ડર વેલ્યુ MSME સેક્ટરમાંથી આવે છે.
ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ : ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસએ (Government e Marketplace) નાણાકીય વર્ષ 2021-22 માટે રૂપિયા 1 લાખ કરોડની ઓર્ડર વેલ્યુ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે પાછલા વર્ષોની સરખામણીમાં આ નોંધપાત્ર વધારો છે.
આ પણ વાંચો: મહીસાગરમાં ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
GEM પોર્ટલ શું છે ? : સમગ્ર વિશ્વમાં ઈ-કોમર્સનો બિઝનેસ વધી રહ્યો છે. તેથી જ સરકારે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ નામનું એક પોર્ટલ પણ શરૂ કર્યું છે, જેનું સંક્ષિપ્ત નામ GeM (Government e Marketplace) છે, જેથી કોઈ પણ પાત્ર વ્યક્તિ ઈ-કોમર્સ પ્લેટફોર્મ GeM સાથે જોડાઈને બિઝનેસ કરી શકે એટલે કે સાદા શબ્દોમાં કહીએ તો ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ એક ઓનલાઈન માર્કેટ છે, જેના દ્વારા કોઈપણ વ્યક્તિ સરકાર સાથે વેપાર કરી શકે છે.