ETV Bharat / bharat

Pm modi in japan: ભારત અને જાપાન કુદરતી ભાગીદાર છે, નરેન્દ્ર મોદીનું ટોક્યોમાં ડાયસ્પોરાને સંબોધન - pm modi news

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન (Pm modi in japan)ની રાજધાની ટોક્યોમાં ડાયસ્પોરાને સંબોધિત કર્યુ હતું. તેમણે કહ્યું કે, ભારત અને જાપાન કુદરતી ભાગીદાર છે. ભારતની વિકાસ યાત્રામાં જાપાને મહત્વની ભૂમિકા ભજવી છે. જાપાન સાથે આપણો સંબંધ આત્મીયતાનો છે, આધ્યાત્મિકતાનો છે.

Pm modi in japan: ભારત અને જાપાન કુદરતી ભાગીદાર છે, નરેન્દ્ર મોદીનું ટોક્યોમાં ડાયસ્પોરાને સંબોધન

author img

By

Published : May 23, 2022, 6:18 PM IST

ટોક્યોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની રાજધાની ટોકિયોમાં સંબોધન (Pm modi in japan) કરતા કહ્યું કે, તેમણે જાપાનના લોકોની દેશભક્તિ, જાપાનના લોકોના આત્મવિશ્વાસ, જાપાનના લોકોની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. જ્યારે સ્વામી વિવેકાનંદ તેમના ઐતિહાસિક સંબોધન માટે શિકાગો જઈ રહ્યા હતા ત્યારે, તે પહેલા તેઓ જાપાન પણ આવી ગયા હતા. જાપાને તેમના મન પર ઊંડી છાપ છોડી હતી. ભારત અને જાપાન કુદરતી ભાગીદાર છે.

આ પણ વાંચો: આ રીતે 353 વર્ષ પહેલા શરુ થયો જ્ઞાનવાપી વિવાદ, રાજા હરિશ્ચંદ્રએ કરાવ્યું હતું નિર્માણ

તેમણે કહ્યું (pm modi live) કે, ભારતની વિકાસ યાત્રામાં જાપાને મહત્વની ભૂમિકા ભજવી છે. જાપાન સાથેનો અમારો સંબંધ આત્મીયતાનો, આધ્યાત્મિકતાનો, સહકારનો છે. જાપાન સાથેનો અમારો સંબંધ વિશ્વ માટે મજબૂતી, આદર અને સમાન સંકલ્પનો છે. જાપાન સાથે અમારો સંબંધ બુદ્ધનો, જ્ઞાનનો, ધ્યાનનો છે. આજના વિશ્વને ભગવાન બુદ્ધ દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવાની ઘણી જરૂર છે. આજે વિશ્વના તમામ પડકારો, પછી તે હિંસા, અરાજકતા, આતંકવાદ, જળવાયુ પરિવર્તન હોય તેમાંથી માનવતાને બચાવવાનો આ માર્ગ છે.

આ પણ વાંચો: કાશ્મીરમાં વીજળીએ લીધા 50ના જીવ, સવાર પડતા ઘટના પ્રકાશમાં આવી

જણાવી દઈએ કે, પીએમ મોદીના આગમનના સમાચાર (pm modi news) સાંભળ્યા બાદ ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર એકઠા થયા હતા. લોકો મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બાળકો પણ હાજર રહ્યા હતા. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ક્વોડ પહેલા જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા તાઈવાનને ચીનના આક્રમણથી બચાવવામાં મદદ કરશે. પીએમ મોદી જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર 24 મેના રોજ ક્વાડ સમિટ (Pm modi quad summit)માં ભાગ લેશે. યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે પીએમ મોદીનો આ સમયગાળો ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.