નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi ) શુક્રવારે દેશ અને વિશ્વમાં વસતા બંગાળી સમુદાયના લોકોને બંગાળી નવા વર્ષ 'પોઈલા વૈશાખ 2022' (Poila Baishakh 2022) અને કેરળવાસીઓને તેમના નવા વર્ષ 'વિશુ'ની શુભેચ્છા (wishes for Vishu ) પાઠવી હતી. તેમણે આ પ્રસંગે લોકોને સારા સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી.
-
Shubho Nabo Barsho!
— Narendra Modi (@narendramodi) April 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Best wishes on Poila Boishakh. pic.twitter.com/Nfle3Erb9Z
">Shubho Nabo Barsho!
— Narendra Modi (@narendramodi) April 15, 2022
Best wishes on Poila Boishakh. pic.twitter.com/Nfle3Erb9ZShubho Nabo Barsho!
— Narendra Modi (@narendramodi) April 15, 2022
Best wishes on Poila Boishakh. pic.twitter.com/Nfle3Erb9Z
મોદીએ ટિ્વટ કર્યું કે હેપ્પી ન્યૂ યર. પોઈલા વૈશાખની ખુબ ખુબ શુભકામનાઓ (wishes for Poila Boishakh ). આ ખાસ પ્રસંગ બંગાળી સંસ્કૃતિને દર્શાવે છે. હું આશા રાખું છું કે આવનારું નવું વર્ષ તમારા જીવનમાં આનંદ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. આજે પશ્ચિમ બંગાળમાં બંગાળી સમુદાયના લોકો તેમના નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
આ પણ વાંચો: BJP હાઈકમાન્ડનો સ્પષ્ટ નિર્દેશ, નેતાઓની બિનજરૂરી માગ નહીં સ્વીકારાય
બંગાળી સમુદાય માટે વૈશાખ મહિનાનો પ્રથમ દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. તેઓ આ દિવસને 'પોઈલા વૈશાખ' એટલે કે નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવે છે. વડા પ્રધાને કેરળમાં ઉજવવામાં આવી રહેલા વિશુના અવસર પર દેશભરમાં રહેતા મલયાલી ભાષી લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આ લોકોને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ ટિ્વટ કર્યું કે વિશુના ખાસ અવસર પર તમને બધાને, ખાસ કરીને વિશ્વભરમાં રહેતા મલયાલી ભાષી લોકોને શુભેચ્છા. હું ઈચ્છું છું કે આ નવું વર્ષ તમારા જીવનમાં ખુશીઓ અને સારું સ્વાસ્થ્ય લાવે.