ETV Bharat / bharat

Atiq Ahmad Murder Case: અતીક, અશરફ હત્યા કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, નિષ્પક્ષ તપાસની કરાઈ માંગ - અતીક અહેમદ અશરફની હત્યાની અરજી દાખલ

2017 પછી ઉત્તર પ્રદેશમાં થયેલા 183 એન્કાઉન્ટરો અને અતીક અને અશરફની હત્યાઓની નિષ્પક્ષ તપાસની માગણી કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

Atiq Ahmad Murder Case: અતીક, અશરફ હત્યા કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, નિષ્પક્ષ તપાસની કરાઈ માંગ

author img

By

Published : Apr 17, 2023, 1:10 PM IST

નવી દિલ્હી: અતીક અહેમદ અને અશરફની હત્યા સહિત યુપીમાં 2017 થી અત્યાર સુધીમાં થયેલા 183 એન્કાઉન્ટરોની નિષ્પક્ષ તપાસની માંગ કરતી પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આ કેસોની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજની અધ્યક્ષતામાં સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ દ્વારા દાખલ કરવામાં આવી છે. વકીલે ઉત્તર પ્રદેશના વિશેષ પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા)ના નિવેદનને ટાંકીને આ અરજી દાખલ કરી છે. જેમાં પોલીસ કસ્ટડીમાં હત્યા કેવી રીતે થઈ એની વિગત પણ માંગવામાં આવી છે.

આ પણ વાંચોઃ Atiq and Ashraf: અતીક અને અશરફને દફનાવવામાં આવ્યા

પોલીસની હાજરીમાં બંનેને ગોળી મારીઃ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને પોલીસની હાજરીમાં પ્રયાગરાજની હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ગોળી મારી દેવામાં આવી હતી. આ અંગે એડવોકેટ વિશાલ તિવારીએ પીઆઈએલ દાખલ કરી છે. તેમણે 2017 થી અત્યાર સુધી 183 એન્કાઉન્ટરની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરી છે. એડવોકેટે 2017 પછી 183 એન્કાઉન્ટર અંગે ઉત્તર પ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારીના નિવેદનને ટાંક્યું છે. તેણે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસની પણ માંગ કરી છે. હુમલાખોરોએ પોલીસની હાજરીમાં બંનેને ગોળી મારી દીધી હતી.

પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યાઃ એડવોકેટ વિશાલ તિવારીએ તેમની પીઆઈએલમાં 2020માં કાનપુર બિક્રુ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વિકાસ દુબે અને તેના સહયોગીઓની તપાસ કરવા અને પુરાવા રેકોર્ડ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને નિર્દેશ આપવાની માંગ કરી છે. એડવોકેટ વિશાલ તિવારીએ અરજી કાયદાના ઉલ્લંઘન અને યુપી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.

આ પણ વાંચોઃ Atiq Ashraf: અતીક અહેમદને 10 ગોળી વાગી, અશરફને વાગી પાંચ ગોળી - પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો

અરજીમાં શું કહ્યુંઃ અરજદારે પોતાની અરજીમાં કહ્યું છે કે, વિકાસ દુબે એન્કાઉન્ટર જેવી ઘટના ફરી બની છે. અરજદારે કહ્યું કે, આવી ઘટનાઓ લોકશાહી અને કાયદાના શાસન માટે ગંભીર ખતરો છે અને આવા કૃત્યો અરાજકતાને પ્રોત્સાહન આપે છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે, કાયદો હત્યા અથવા નકલી પોલીસ એન્કાઉન્ટરની નિંદા કરે છે અને લોકશાહી સમાજમાં આવી વસ્તુઓ અસ્તિત્વમાં હોઈ શકે નહીં. પોલીસને અંતિમ મધ્યસ્થી અથવા સજા કરનાર સંસ્થા બનવાની મંજૂરી આપી શકાય નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.