- SCમાં કેરળ સરકારના નિર્ણય સામે અરજી થઈ
- બકરી ઈદને લઇને કેરળ સરકારે Covid નિયમો હળવાં કર્યાં
- રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો છતાં છૂટછાટને લઇને થઈ અરજી
નવી દિલ્હીઃ દિલ્હીના રહેવાસી પી.કે.ડી નામ્બિયાર દ્વારા ( SC ) સુપ્રીમકોર્ટમાં હસ્તક્ષેપની અરજી કરવામાં આવી છે. 'કાવડ યાત્રા' અંગે ઉત્તરપ્રદેશ સરકારના નિર્ણયના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે પહેલેથી જ શરૂ કરેલા સુઓમોટો કેસમાં રજૂઆત કરવામાં આવી છે કે કાવડ યાત્રા અંગે સુપ્રીમ કોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમ છતાં કેરળ સરકાર ( Kerala Government ) કોવિડ ધારાધોરણોમાં રાહત આપીને બધું સામાન્ય હોય તે પ્રકારે બકરી ઇદ માટે છૂટ આપી રહી છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓને અવગણી કેરળ સરકારે આગામી બકરી ઈદ (Bakri Eid) ઉત્સવને ધ્યાનમાં રાખીને 18, 19 અને 20 જુલાઈએ Covid લોકડાઉન પ્રતિબંધોમાં 3 દિવસની છૂટછાટની જાહેરાત કરી હતી. વરિષ્ઠ વકીલ વિકાસ સિંઘ અરજીકર્તા તરફથી રજૂઆત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત થશે. નામ્બિયારે ( SC ) અરજીમાં દર્શાવ્યું છે કે અન્ય રાજ્યોમાં સુધારો છે પરંતુ કેરળમાં કોવિડ કેસોમાં ભયજનક વધારો થઇ રહ્યો છે. એ આઘાતજનક છે કે તબીબી કટોકટીમાં સરકારના આવા પગલાં દ્વારા નાગરિકોના જીવન સાથે રમત રમાઈ રહી છે. સરકારની આ કાર્યવાહી 16 જુલાઇએ આ અદાલત દ્વારા અપાયેલા આદેશનું સંપૂર્ણ ઉલ્લંઘન છે."
16 જુલાઈએ Supreme Court ( SC ) એ કોરોનાની ત્રીજી લહેરના ભય સામે અંગૂલિનિર્દેશ કરીને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા મંજૂર કરાયેલી કાવડ યાત્રા વિશે ફરી વિચારવા કહ્યું હતું. પ્રતીકાત્મક કાવડ યાત્રા યોજવાના યુપી સરકારના પ્રસ્તાવને લઇને સુપ્રીમે કહ્યું હતું કે "જીવનનો અધિકાર સર્વોપરી છે" અને રાજ્યના ઉત્તરીય વિસ્તારમાં કાવડ યાત્રાની વાર્ષિક ધાર્મિક વિધિમાં યાત્રાળુઓની ભારે હિલચાલ જોવા મળતાં સ્થિતિ પર પુનર્વિચારણા કરવા જણાવ્યું હતું.
કેરળ સરકાર સામે બકરી ઈદમાં Covid નિયમોમાં છૂટછાટને લઇને થયેલી આ અરજી સોમવારે SC જસ્ટિસ નરિમાનની બેચ સમક્ષ આવવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ કોરોનાના કારણે આ વર્ષે નહી નિકળે કાવડ યાત્રા, ઉત્તરાખંડ સહિત ત્રણ રાજ્યોની સરકારે લીધો નિર્ણય