બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં આવેલી રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ (Rajiv Gandhi University of Health Sciences) અને આંધ્રપ્રદેશના વિજયવાડામાં આવેલી ડૉ. NTR યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સમાં (Dr NTR University of Health Sciences) પરીક્ષા દરમિયાન એક જ પ્રશ્નપત્રનો સેટ આપવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ મામલે ખળભળાટ મચાવ્યો (The Quarrel of university students) હતો.
આ પણ વાંચો- LRD પરીક્ષા પરિણામ જાહેર થશે, આન્સર કી રીચેકિંગ વગેરેની માહિતી જાણી લો : હસમુખ પટેલ IPS
યુનિવર્સિટીએ માત્ર ભૂલ ગણાવી હાથ ખંખેરી લીધા - આપને જણાવી દઈએ કે, 7 મેએ રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સમાં (Rajiv Gandhi University of Health Sciences) એનેસ્થેસિયોલોજી (એનેસ્થેસિયોલોજી)ની અનુસ્નાતક પરીક્ષા (Postgraduate examination of anesthesiology) લેવામાં આવી હતી. તે જ સમયે આ જ પરીક્ષા એનટીઆર યુનિવર્સિટીમાં (Dr NTR University of Health Sciences) 12 મેએ હતી. ત્યારબાદ એ વાત સામે આવી કે, રાજ્ય અલગ હોવા છતાં બંને પ્રશ્નપત્રો એકસરખા જ હતા. જોકે, જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે બંને યુનિવર્સિટી વતી એવું કહેવામાં આવ્યું હતું કે, આ છેતરપિંડીનો કેસ નથી, પરંતુ માત્ર એક ભૂલ હતી.
પ્રશ્નપત્ર સેટ કરનારાની ભૂલ - આ મામલે વાત કરતા રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના (Rajiv Gandhi University of Health Sciences) કુલપતિ એમ. કે. રમેશે જણાવ્યું હતું કે, પ્રશ્નપત્ર સેટ કરનારાની ભૂલના કારણે આ શક્ય બન્યું હોય. તેમની ભૂલથી એક જ સેટના પ્રશ્નપત્ર બંને યુનિવર્સિટીને (Postgraduate examination of anesthesiology) મોકલવામાં આવ્યા હતા. જોકે, આવું જાણી જોઈને નહતું કરવામાં આવ્યું. તેમણે એ પણ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે કોઈ હેરાનીની વાત નથી.