ETV Bharat / bharat

Petrol and Diesel Price : ભાવ ફરી વધ્યો, મોંઘવારીને કારણે લોકો પરેશાન

પેટ્રોલ અને ડીઝલ (petrol diesel price)ની વધતી કિંમતોએ લોકોનું બજેટ બગાડ્યું છે. આસમાની ભાવ (Petrol Diesel Price Hike )થી દરેક વર્ગ પરેશાન જોવા મળી રહ્યો છે. આ અંગે સામાન્ય લોકોમાં ભારે નારાજગી છે.

Petrol and Diesel Price
Petrol and Diesel Price
author img

By

Published : Oct 16, 2021, 11:50 AM IST

  • ત્રણ દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35-34 પૈસાનો વધારો
  • વધતા ભાવને કારણે સામાન્ય માણસ મુશ્કેલીમાં મુકાયો

નવી દિલ્હી: શુક્રવારે ફરી વખત પેટ્રોલ અને ડીઝલના (petrol diesel price) ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પેટ્રોલની કિંમતમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 34 પૈસાનો વધારો થયો છે. નોંધનીય છે કે, શુક્રવારે પણ પેટ્રોલની કિંમતમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો (Petrol Diesel Price Hike )થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ સમયે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. આ સાથે દરરોજ વધતા ભાવને કારણે સામાન્ય માણસ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

છેલ્લા બે અઠવાડિયામાં આ 14 મી વખત ભાવ વધારો

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના કારણે સામાન્ય જનતા પરેશાન છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા આવેલા લોકોનું કહેવું છે કે, વધતી કિંમતોની સીધી અસર તેમના ખિસ્સા પર પડી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે સામાન્ય લોકોમાં ભારે નારાજગી છે. લોકો કહે છે કે, તેઓ મજબૂર છે, ભાવ વધ્યા પછી પણ તેમને પેટ્રોલ ભરવું પડે છે. નોંધપાત્ર રીતે, છેલ્લા બે અઠવાડિયામાં આ 14 મી વખત છે. પેટ્રોલની કિંમતોમાં વધારો થયો છે, જ્યારે ડીઝલ ત્રણ અઠવાડિયામાં 17 વખત મોંઘુ થયું છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં પેટ્રોલની કિંમત પહેલેથી જ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે અને હવે આ કિંમતોમાં વધુ વધારો થયો છે.

આ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાથી વધુ

ભારતની ઔદ્યોગિક રાજધાની મુંબઈ એ શહેર છે જ્યાં પેટ્રોલની કિંમત સૌથી વધુ 107 રૂપિયા પ્રતિ લિટર છે. આ સિવાય, આવા ઘણા રાજ્યો છે જ્યાં પેટ્રોલની કિંમત સદીનો આંકડો પાર કરી ગઈ છે. આ રાજ્યોમાં બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં તેની કિંમત 100થી આગળ વધી ગઈ છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત આ રીતે જાણો

હવે તમે ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. આ માટે, તમારે ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર જવું પડશે, તે બાદ તમારે RSP અને તમારો શહેર કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે, જે તમને IOCL ની વેબસાઇટ પર મળશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.