ETV Bharat / bharat

Petrol Diesel Price: 10 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમત વધારા પર લાગી બ્રેક - Indian Oil Corporation Limited

IOCLએ પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવ જાહેર કર્યા છે. આજે ઘણા દિવસો બાદ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 101.81 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 93.07 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.

Petrol Diesel Price: લોકો માટે રાહતના સમાચાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો નથી વધારો

author img

By

Published : Apr 1, 2022, 10:32 AM IST

Updated : Apr 1, 2022, 10:55 AM IST

નવી દિલ્હીઃ આજનો દિવસ લોકો માટે રાહતનો દિવસ છે. IOCL (Indian Oil Corporation Limited) એ પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) નવા દરો (પેટ્રોલ ડીઝલનો આજે ભાવ) જાહેર કર્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઈ વધારો થયો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં 6.40 પૈસાનો વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.81 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 93.07 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: Petrol Diesel Price : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, હવે કેટલું મોંઘું થયું, જાણો

ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ 101.86 રૂપિયા પ્રતિ લીટર : બીજી તરફ પાડોશી રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ 101.86 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 93.40 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. હરિયાણામાં પેટ્રોલ 102.56 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 93.79 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે રાજસ્થાનમાં પેટ્રોલ 114.81 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 97.88 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલ 116.72 રૂપિયા પ્રતિ લીટર : બીજી તરફ દેશના અન્ય ત્રણ મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલ 116.72 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 107.45 રૂપિયા અને ડીઝલ 97.52 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. કોલકાતાની વાત કરીએ તો અહીં પેટ્રોલ 111.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 96.22 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.

આ પણ વાંચો: Petrol Diesel Price : 8 દિવસમાં 7મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો : સોમવારે જ બલ્ક ગ્રાહકો માટે ડીઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પેટ્રોલ અને ડીઝલ સિવાય ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં, 14.2 કિલોના બિન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત હવે 949.50 રૂપિયા થશે. ઓક્ટોબરની શરૂઆત પછી એલપીજીના દરમાં આ પ્રથમ વધારો છે.

Last Updated : Apr 1, 2022, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.