- પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘુ
- સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલમાં ઉછાળો
- ઘણા રાજ્યોમાં ડીઝલ સદી ફટકારવાની તૈયારીમાં
દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોને કારણે સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બની ગયું છે. શનિવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો કરવામાં આવ્યો છે. આજે એક લિટર પેટ્રોલની કિંમત 33થી 37 પૈસા અને એક લીટર ડીઝલની કિંમત 26થી 30 પૈસા વધી હતી. અત્યારે દેશમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ગયું છે.ડીઝલે પણ ઘણા રાજ્યોમાં સદી ફટકારી છે.
દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
શહેર | પેટ્રોલની કિંમત | ડીઝલની કિંમત |
અમદાવાદ | 100.71 | 99.28 |
દિલ્હી | 103.84 | 92. 47 |
મુંબઈ | 109.83 | 100.29 |
કોલકતા | 104.52 | 95.58 |
ચેન્નઈ | 101.27 | 96.93 |
લોકોના ખિસ્સા ખાલી થતાં જાય છે
દિવસેને દિવસે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો બરકરાર છે, એક તરફ લોકોના ખિસ્સા ખંખેરાય રહ્યા છે. તો બીજી બાજુ સરકારી અધિકારીઓનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય કિંમતોમાં સતત વધારાને કારણે ઓઈલ કંપનીઓ ગ્રાહકો પર બોજ નાખવા મજબૂર છે. પરંતુ સવાલ એ થાય છે કે, શું માત્ર ભારતને જ આ ફટકો પડી રહ્યો છે? અન્ય કેટલાક દેશોની તુલનામાં ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમત હાઈ લેવલ જોવા મળે છે. લોકોના ખિસ્સા ખાલી થતાં જાય છે...! ભારત સરકારના નિવેદનો સાંભળીને જનતાને ક્યાં સુઘી કામ ચલાવવાનું રહશે તે હવે જોવુ રહ્યું.
આ પણ વાંચોઃ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે PM નરેન્દ્ર મોદી પર કર્યો કટાક્ષ
આ પણ વાંચોઃ એર ઇન્ડિયાના નવા 'મહારાજા' ટાટા સન્સ, 18,000 કરોડની બોલી લગાવીને જીતી નીલામી