રાંચી: ઝારખંડમાં 26 જાન્યુઆરીથી પેટ્રોલ 25 રૂપિયા સસ્તું થશે. હેમંત સરકારના બે વર્ષ પૂર્ણ થવા પર મુખ્યપ્રધાને મોરહબાદી મેદાન ખાતેથી આ જાહેરાત કરી છે.
BPL કાર્ડ ધારકોને ઝારખંડમાં પેટ્રોલ 25 રૂપિયા સસ્તું મળશે
મુખ્યપ્રધાન હેમંત સોરેને (Chief Minister Hemant Soren) જણાવ્યું કે, પેટ્રોલના વધતા ભાવની અસર ગરીબો પર વધુ અસરગ્રસત છે, તેથી તેમના માટે પેટ્રોલના ભાવ ઘટાડવામાં આવી રહ્યા છે. 26 જાન્યુઆરીથી BPL કાર્ડ ધારકોને ઝારખંડમાં પેટ્રોલ 25 રૂપિયા સસ્તું (Decrease Petrol Price Jarkhand) મળશે.
હેમંત સોરેને ગઠબંધન સરકાર બની સંવેદનશીલ સરકાર
હેમંત સોરેને ગઠબંધન સરકારના બે વર્ષ પૂર્ણ થવાના ઉત્સવ પર આયોજીત કાર્યક્રમમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. લગભગ 46 મિનિટના પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી હેમંત સોરેને મોરહબાદી મેદાનમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. આ સાથે સરકાર સ્ટૂડેન્ટને સ્ટૂડેન્ટ ક્રેડિટ કાર્ડ (Student credit card) આચ્છાદિત કરશે. જેથી હોનહાર વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આપત્તી ન થાય. જનજાતિ સમુદાયના બાળકોને બેંક મેનેજર લોન આપી રહ્યા નથી. તેને લઇને સરકાર ગંભીર છે. આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ સરકાર કરશે.
આ પણ વાંચો:
petrol price reduce in delhi : દિલ્હી સરકારે પેટ્રોલમાં લીટરે રુપિયા 8 ધટાડયા
ગુજરાતના આ જિલ્લામાં પેટ્રોલનો ભાવ માત્ર 67 રૂપિયા, એક ક્લિક પર ફાયદો...