- પિટિશનમાં કહેવામાં આવ્યું કે OTT પ્લેટફોર્મને નિયંત્રિત કરવું જોઈએ
- મેહુલ ચોક્સીએ તપાસમાં સહકાર આપ્યો નથી
- મેહુલ ચોક્સી અને નીરવ મોદી પર PNB સાથે 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડીનો આરોપ
નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટ પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડ કેસના આરોપી મેહુલ ચોક્સીની નેટફ્લિક્સ પર આવનારી આગામી વેબ સિરીઝ બેડ બોય બિલિયનાયર્સની પૂર્વાવલોકનની અરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેંચ સુનાવણી કરશે.
OTT પ્લેટફોર્મને નિયંત્રિત કરવું જોઈએ
અગાઉની સુનાવણી દરમિયાન નેટફ્લિક્સ વતી વકીલ નીરજ કિશન કૌલે કહ્યું હતું કે, આખી અરજી બે મિનિટની ક્લિપ પર આધારિત છે. નેટફ્લિક્સે તે વીડિયોમાં મેહુલ ચોક્સીનું નામ પણ લીધું નથી, પરંતુ નીરવ મોદીનું નામ લીધું છે. તેને બે મિનિટનો વીડિયો બતાવવામાં આવ્યો છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, OTT પ્લેટફોર્મને નિયંત્રિત કરવું જોઈએ.
આ પણ વાંચો: PNB કૌભાંડ: મુંબઈની એક કોર્ટે નીરવ મોદીને ભાગેડુ જાહેર કર્યો
મેહુલ ચોક્સી સામે રેડ એલર્ટ નોટિસ આપવામાં આવી છે
મેહુલ ચોક્સીએ તપાસમાં સહકાર આપ્યો નથી. તેઓ કહી રહ્યા છે કે, તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તપાસમાં સહકાર આપવા માગે છે. તેની સામે રેડ એલર્ટ નોટિસ આપવામાં આવી છે. દરેક કેસમાં તેને ફરાર જાહેર કરાયો છે. કૌલે કહ્યું હતું કે, સિંગલ જજે સાચા રૂપે કહ્યું છે કે, OTT પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે કોઈ કાયદો નથી. જો માહિતી ટેક્નોલોજી હેઠળ કોઈ સોલ્યુશન હોય તો તેનો ઉપયોગ કરો.
બેડ બોય બિલિયનાયર્સના પૂર્વાવલોકન માટેની માગ
નેટફ્લિક્સે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે, મેહુલ ચોક્સીનું મે 2019માં આ વેબ સિરીઝ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ ડી. એન. પટેલની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલે સુનાવણી કરશે. 22 સપ્ટેમ્બરે નેટફ્લિક્સે હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે, આ શ્રેણી તેમના કેસને અસર કરશે નહીં.
આ પણ વાંચો: PNB કૌભાંડ: નીરવ મોદીએ કહ્યું જો મને ભારતને સોંપવામાં આવે તો હું આત્મહત્યા કરીશ
13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડીનો છે આરોપ
મેહુલ ચોક્સી ગીતાંજલિ જેમ્સના પ્રમોટર છે. મેહુલ ચોક્સી અને નીરવ મોદી પર PNB સાથે 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડીનો આરોપ છે. મેહુલ ચોક્સી, નીરવ મોદી અને તેની પત્ની અમી ભારત છોડીને ભાગી ગયા હતા. EDએ મેહુલ ચોકસી, અમી મોદી અને નીરવ મોદી વિરુદ્ધ કાવતરું અને પૈસાની લેતીદેતી બદલ કેસ નોંધ્યો છે.