ETV Bharat / bharat

પુત્રીના લગ્નના 5માં દિવસે જ પિતાનું કોરોનાથી મોત - લગ્નના 5માં દિવસે જ પિતાનું કોરોનાથી મોત

પટનાના બાઢ બ્લોકના એક ગામમાં પુત્રીના લગ્નના 5માં દિવસે પિતાનું મોત કોરોનાથી થયું હતું. 26 એપ્રિલના રોજ પુત્રીના લગ્ન ધામધૂમથી કર્યા હતા. જેના પાંચમા દિવસે કોરોનાથી મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જ્યારે લગ્નપ્રસંગમાં હાજરી આપનારા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

પુત્રીના લગ્નના 5માં દિવસે જ પિતાનું કોરોનાથી મોત

author img

By

Published : May 2, 2021, 10:44 PM IST

  • કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ 7 દિવસે રિપોર્ટ આવ્યો
  • પુત્રીના લગ્નના બીજા જ દિવસે રિપોર્ટ આવ્યો પોઝિટિવ
  • લગ્નપ્રસંગમાં હાજરી આપનારા તમામ લોકો ચિંતામાં

પટના: કોરોના સમયગાળામાં લગ્ન અને અન્ય આયોજનો યોજનારાઓ માટે આ સમાચાર બોધપાઠથી ભરેલા છે. એક પિતાનું પોતાની પુત્રીના લગ્નના 5માં જ દિવસે મૃત્યુ કોરોનાથી થયું હતું. આ સમાચાર જાણ્યા બાદ લગ્ન સમારોહમાં આવેલા લોકોની ચિંતા વધી ગઈ છે.

7 દિવસ પછી મળ્યો હતો કોરોના રિપોર્ટ

20 એપ્રિલના રોજ સોહન સાવ નામના વ્યક્તિએ બાઢ બ્લોકના બિચલી મલાહી ગામમાં RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો અને 7 દિવસ પછી એટલે કે 27 એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરોની સલાહ મુજબ તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ 1 મેના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમનું મોત નિપજ્યું હતું.

26 એપ્રિલે જ પુત્રીના લગ્ન ધામધૂમથી કર્યા હતા

26 એપ્રિલે સોહન સાવના ઘરે તેમની પુત્રીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયાં હતાં. તેઓએ ખુશીથી તેમની પુત્રીને વિદાય આપી હતી, પરંતુ તેના ફક્ત 5 દિવસ પછી કોરોનાને કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ સમાચાર જાણી લીધા બાદ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેલા ગ્રામજનો સહિત તમામ લોકોની ચિંતા વધી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.