- કર્ણાટકમાં ભેગા થયા હજારો લોકો
- ઘોડોની અંતિમ વિધીમાં ઉમટી ભીડ
- પોલીસે દાખલ કરી ફરીયાદ
બેલાગાવી: કર્ણાટકના બેલાવાના મારાડી મથ વિસ્તારમાં કોરોનાની ગાઇડની અવગણના કરીને હજારો લોકો એકઠા થયા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર બેલાગાવીમાં લોકોને મારાડી મથમાં અખૂટ શ્રદ્ધા છે અને આ મઠનો એક ઘોડો છે જેને શૌર્ય નામ આપવામાં આવ્યું હતું. લોકોમાં એવી માન્યતા છે કે આ ઘોડો દિવ્ય છે.
15 લોકો સામે નોંધાઇ ફરીયાદ
આ ઘોડાનું પરમ દિવસે અવસાન થયું હતું જેના કારણે હજારો લોકો ઘોડાની અંતિમ યાત્રામાં જોડાયા હતાં. જો કે આ અંતિમયાત્રામાં કોરોનાના તમામ નિયમોની અવગણના કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિય મીડિયામાં વાઇરલ થતાં પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને 15 લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત જે લોકો આ અંતિમ વિધીમાં જોડાયા હતાં તે તમામના ટેસ્ટ કરવામાં આવ્યા છે.