ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ બિલ્કિસ બાનો કેસને લઇને કર્યું ટ્વિટ - Bilkis Bano gangrape accused acquitted

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને બિલ્કીસ બાનો કેસ માટે ન્યાયની માંગણી કરી હતી. તેને આરોપ લગાવ્યો હતો કે બેટી બચાવો જેવા પોકળ નારા લગાવનારા લોકોજ બળાત્કારીઓને બચાવી રહ્યા છે. Rahul Gandhi s tweet on Bilkis Bano case, Bilkis Bano gangrape case, Gujarat riots case, Bilkis Bano gangrape accused

રાહુલ ગાંધીએ બિલ્કિસ બાનો કેસને લઇને કર્યું ટ્વિટ

author img

By

Published : Aug 25, 2022, 5:57 PM IST

નવી દિલ્હી કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે ગુજરાત રમખાણો પીડિતા બિલ્કિસ બાનો માટે ન્યાયની માંગણી કરી હતી ( Rahul Gandhi s tweet on Bilkis Bano case). જેને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'બેટી બચાવો' જેવા નારા આપનારા લોકો જ દુષ્કર્મીઓને બચાવી રહ્યા છે. ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ, આ કેસના 11 દોષિતોને 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા (Bilkis Bano gangrape accused). આજે દેશની મહિલાઓના સન્માન અને અધિકારોનો પ્રશ્ન છે. બિલકિસ બાનોને ન્યાય આપો.

  • ‘बेटी बचाओ' जैसे खोखले नारे देने वाले, बलात्कारियों को बचा रहे हैं।

    आज सवाल देश की महिलाओं के सम्मान और हक़ का है।

    बिलकिस बानो को न्याय दो।

    — Rahul Gandhi (@RahulGandhi) August 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી

રાહુલ ગાંધીના સરકાર પર પ્રહારો કોંગ્રેસ નેતાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ 11 દોષિતોની મુક્તિ સામેની અરજી પર સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે દોષિતોની મુક્તિને પડકારતી અરજી પર ગુજરાત સરકાર અને કેન્દ્રને નોટિસ પાઠવી હતી. નોંધનીય છે કે માફી નીતિ હેઠળ, ગુજરાત સરકારે આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી મુક્ત કર્યા હતા, જેનો વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો.

બિલ્કિસ બાનો કેસ વિશે કહી આ વાત 21 જાન્યુઆરી, 2008ના રોજ, મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યા અને સામૂહિક બળાત્કારના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ દોષિતોને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર વિચારણા કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારને 1992ની માફી નીતિ હેઠળ દોષિતોને રાહત આપવાની અરજી પર વિચાર કરવા કહ્યું હતું.

આ પણ વાંચો બિલ્કીસ બાનોના દુષ્કર્મી બ્રાહ્મણ છે અને તેમનામાં સારા સંસ્કાર, ભાજપ ધારાસભ્યનો વાણીવિલાસ

દોષિતોને નિર્દોશ છોડી મૂક્યા આ દોષિતોએ 15 વર્ષથી વધુની જેલની સજા ભોગવી હતી, ત્યારબાદ એક દોષિતે તેમની અકાળે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.