ETV Bharat / bharat

ઇન્ડિગોની ફ્લાઇટમાં પેસેન્જરના ફોનમાં લાગી આગ, તમામ પેસેન્જર સુરક્ષિત - Passenger's phone catches fire IndiGo flight

ઇન્ડિગો ફ્લાઇટમાં સવાર હતા ત્યારે એક મુસાફરના ફોનમાં અચાનક આગ લાગવાની ઘટના(Passenger's phone catches fire Indigo flight) બની હતી, પરંતુ કેબિન ક્રૂની સુઝબુઝથી આગ વધુ વિકરાળ સ્વરુપ ધારણ કરે તે પહેલા તેના પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. વિમાન નિયામક DGCA ના અધિકારીઓએ આ અંગેની જાણકારી આપી હતી.

ઇન્ડિગોની ફ્લાઇટમાં પેસેન્જરના ફોનમાં લાગી આગ, તમામ પેસેન્જર સુરક્ષિત

author img

By

Published : Apr 15, 2022, 9:13 AM IST

Updated : Apr 15, 2022, 9:28 AM IST

નવી દિલ્હીઃ ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે એક મુસાફરના ફોનમાં અચાનક આગ લાગી(Passenger's phone catches fire Indigo flight) હતી. નાગરિક ઉડ્ડયન અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ઈન્ડિગોની ડિબ્રુગઢ-દિલ્હી ફ્લાઈટમાં ગુરુવારે એક મુસાફરના મોબાઈલ ફોનમાં આગ લાગી હતી, પરંતુ કેબિન ક્રૂએ તરત જ અગ્નિશામક સાધનોની મદદથી તેના પર કાબૂ મેળવ્યો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને ઈજા પહોંચી નથી.

આ પણ વાંચો - Road Accident in Jodhpur : જોધપુરમાં સર્જાયો ગમખ્વાર અકસમાત, એક જ પરિવારના 6 લોકોના થયા મોત

મોબાઇલમાં લાગી આગ - અધિકારીઓએ જણાવ્યું કે ફ્લાઈટ 6E 2037 ડિબ્રુગઢથી દિલ્હી જઈ રહી હતી ત્યારે ક્રૂ મેમ્બરે પેસેન્જરના ફોનમાંથી સ્પાર્ક અને ધુમાડો નીકળતો જોયો. આ પછી કેબિન ક્રૂના એક સભ્યએ અગ્નિશામક યંત્રની મદદથી આગને કાબુમાં લીધી હતી. ગુરુવારે લગભગ 12.45 વાગ્યે વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. એક નિવેદનમાં, ઇન્ડિગોએ કહ્યું, "ડિબ્રુગઢથી દિલ્હી જતી ફ્લાઇટ 6E 2037માં મોબાઇલ ઉપકરણમાંથી ધુમાડો નીકળવાની ઘટના બની હતી. ઇન્ડિગો તેના ક્રૂને કટોકટીનું સંચાલન કરવા માટે વિશેષ તાલીમ આપે છે અને તેઓએ કટોકટીને ઝડપથી નિયંત્રણમાં લાવી દીધી હતી." આ ઘટનાને કારણે પેસેન્જર કે ઈન્ડિગો વિમાનને કોઈ નુકસાન થયું નથી.

આ પણ વાંચો - petrol and diesel prices : રાજ્યમાં આજે કયા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો એક ક્લિકમાં...

Last Updated : Apr 15, 2022, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.