નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આ હાલમાં અત્યંત ઠંડી પડી રહી છે. ઠંડીની સાથે ગાઢ ધુમ્મસના કારણે પરિવહનની સેવાને પણ અસર પડી રહી છે, ત્યારે કેટલીક ફ્લાઈટ્સ પણ મોડી ચાલી રહી છે. આ દરમિયાન ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરે ગુસ્સામાં આવીને પાયલટને મુક્કો માર્યો હતો, ત્યાર બાદ ફ્લાઈટમાં અફરાતફરી મચી ગઈ હતી. આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
-
Pilot assault incident: Indigo forms internal panel, putting passenger on 'no-fly list' under consideration
— ANI Digital (@ani_digital) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/GEtunbjV0q#IndiGoAirlines #pilotassault #Delhi #NoFlyList pic.twitter.com/iKbmuS4IaZ
">Pilot assault incident: Indigo forms internal panel, putting passenger on 'no-fly list' under consideration
— ANI Digital (@ani_digital) January 15, 2024
Read @ANI Story | https://t.co/GEtunbjV0q#IndiGoAirlines #pilotassault #Delhi #NoFlyList pic.twitter.com/iKbmuS4IaZPilot assault incident: Indigo forms internal panel, putting passenger on 'no-fly list' under consideration
— ANI Digital (@ani_digital) January 15, 2024
Read @ANI Story | https://t.co/GEtunbjV0q#IndiGoAirlines #pilotassault #Delhi #NoFlyList pic.twitter.com/iKbmuS4IaZ
ફ્લાઈટમાં હંગામો: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કાતિલ શિયાળાની ઠંડી પડી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. આ દરમિયાન ઈન્ડિગોની ફ્લાઈટમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેની કોઈએ અપેક્ષા પણ કરી ન હતી. મામલો દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનો છે. ફ્લાઈટ મોડી થવાને કારણે એક મુસાફર એટલો ગુસ્સે થઈ ગયો હતો કે, તેણે પાયલટને મુક્કો મારી દીધો હતો. ત્યાર બાદ આ ફ્લાઈટમાં હંગામો મચી ગયો હતો. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુસાફર અકળાયો: વીડિયોમાં જોઈ શકાય છે કે મુસાફર કેટલો ગુસ્સે છે. તે કહે છે કે લોકો બેસીને ગાંડા થઈ ગયા છે. જો ફ્લાઇટ ઉડાન ભરવાની ન થી તો ગેટનો ડોર ખોલી દો જેથી બહાર નીકળી શકાય. આ દરમિયાન ફ્લાઈટની અંદર હાજર એર હોસ્ટેસ પ્લીઝ પ્લીઝ કહીને રિક્વેસ્ટ કરતી જોવા મળી હતી. જ્યારે પેસેન્જરે પાઈલટને મુક્કો માર્યો તો તે પણ ભયભીત થઈ ગઈ હતી અને રડવા લાગી હતી. આ અંગે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઓછી વિઝિબિલિટી: આજે પણ ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. એરપોર્ટની અંદર અને બહાર ગાઢ ધુમ્મસ છે. રનવે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે સમસ્યા સર્જાય છે. હવામાન વિભાગે સવારે ગાઢ ધુમ્મસની સંભાવના વ્યક્ત કરી હતી અને આ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું હતું. રવિવારે પણ IGI એરપોર્ટની હાલત ખૂબ જ ખરાબ રહી હતી. એરપોર્ટ પરથી મળેલી માહિતી અનુસાર, દિવસભરમાં 200 ફ્લાઈટ મોડી પડી હતી અને 10 રદ કરવામાં આવી હતી અને ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ પણ કરવામાં આવી હતી.
રવિવારે બપોરે 12:00 થી 5:00 વાગ્યાની વચ્ચે સારો સૂર્યપ્રકાશ હતો ત્યારે વિઝિબિલિટીમાં સુધારો આવ્યો હતો. આ દરમિયાન હવાઈ મુસાફરોને રાહત મળી હતી, પરંતુ ત્યાર બાદ ફરીથી ખરાબ હવામાનને કારણે સ્થિતિ ધીમે ધીમે જેવી હતી તેવી થઈ ગઈ હતી.