હૈદરાબાદ: ઇન્ડિગો એરલાઇનના એક વિમાને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું જ્યારે તેના એક યાત્રીની તબિયત ખરાબ હતી. ઈન્ડિગો એરલાઈને જણાવ્યું હતું કે, એરપોર્ટની મેડિકલ ટીમે આગમન સમયે નાઈજિરિયન મુસાફરને મૃત જાહેર કર્યો હતો. ઈન્ડિગો એરલાઈન ફ્લાઇટ 6E-1736 ના મુસાફરને ફ્લાઇટની મધ્યમાં અસ્વસ્થ લાગ્યું, ત્યારબાદ પ્લેનના કેપ્ટને કરાચી એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો અને તબીબી કટોકટી અંગેની માહિતી રીલે કરી.
-
Doha bound IndiGo flight diverted to Pakistan's Karachi due to a medical emergency onboard, says an airline official to ANI. pic.twitter.com/KuVJoIJmwm
— ANI (@ANI) March 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Doha bound IndiGo flight diverted to Pakistan's Karachi due to a medical emergency onboard, says an airline official to ANI. pic.twitter.com/KuVJoIJmwm
— ANI (@ANI) March 13, 2023Doha bound IndiGo flight diverted to Pakistan's Karachi due to a medical emergency onboard, says an airline official to ANI. pic.twitter.com/KuVJoIJmwm
— ANI (@ANI) March 13, 2023
દિલ્હીથી દુબઈ જઈ રહી હતી ફ્લાઈટ : કરાચીમાં સિવિલ એવિએશન ઓથોરિટીના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે એક ભારતીય એરલાઇનની ફ્લાઈટ દિલ્હીથી દુબઈ જઈ રહી હતી ત્યારે ફ્લાઇટની મધ્યમાં એક મુસાફરની તબિયત લથડી હતી. ઈન્ડિગો ફ્લાઈટના પાઈલટે મેડિકલ ઈમરજન્સીને કારણે ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી, જે કરાચી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલર દ્વારા આપવામાં આવી હતી. અબ્દુલ્લા (60) તરીકે ઓળખાતા નાઈજીરીયનનું જોકે ફ્લાઇટના ઉતરાણ પહેલા જ મૃત્યુ થયું હતું. CAA અને NIHના ડોક્ટરોએ પેસેન્જરનું ડેથ સર્ટિફિકેટ જારી કર્યું છે.
Gangrape with girl child: 2 કિશોરોએ 8 વર્ષની બાળકીને ખેતરમાં લઈ જઈ કર્યુ ગંદુ કામ
ઈન્ડિગો એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે: દિલ્હીથી દોહા જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E-1736ને બોર્ડમાં મેડિકલ ઈમરજન્સીના કારણે કરાચી તરફ વાળવામાં આવી હતી. દુર્ભાગ્યવશ, આગમન પર, એરપોર્ટની તબીબી ટીમ દ્વારા મુસાફરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો." “અમે આ સમાચારથી ખૂબ જ દુઃખી છીએ અને અમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ તેમના પરિવાર અને પ્રિયજનો સાથે છે. અમે હાલમાં સંબંધિત સત્તાવાળાઓ સાથે સંકલન કરીને ફ્લાઇટના અન્ય મુસાફરોને સ્થાનાંતરિત કરવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ," નિવેદનમાં વાંચવામાં આવ્યું છે.
Oscars Awards 2023: ગુડન્યૂઝ, ભારતને મળ્યા બે ઓસ્કાર, 'RRR' અને 'ધ એલિફન્ટ વિસ્પર્સ' સૌથી બેસ્ટ
અમદાવાદમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ : ફેબ્રુઆરીમાં સુરતથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. પક્ષીની ટક્કરથી આ વિમાનનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. DGCAએ રવિવારે એક સત્તાવાર નિવેદનમાં માહિતી આપી હતી કે, સુરતથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, વિમાન સાથે પક્ષી અથડાયા બાદ આ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું : ડીજીસીએએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ત્યારબાદ વિમાનને અમદાવાદ તરફ વાળવામાં આવ્યું હતું. આમાં N1 વાઇબ્રેશન 4.7 યુનિટ હતું. આ ઘટના બાદ પ્લેન સુરક્ષિત રીતે અમદાવાદમાં લેન્ડ થયું હતું. ડીજીસીએના એક સત્તાવાર નિવેદન અનુસાર, જમીનની તપાસ દરમિયાન વિમાનના એન્જિન ફેન બ્લેડમાં ખામી જોવા મળી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાઉન્ડ ઈન્સ્પેક્શન દરમિયાન એરક્રાફ્ટના નંબર 2 એન્જિન ફેન બ્લેડને નુકસાન થયું હતું. આ એરક્રાફ્ટને બાદમાં સત્તાવાળાઓ દ્વારા 'એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ' (AOG) જાહેર કરવામાં આવ્યું હતું.