- સરહદી વિવાદ મામલે 31 સભ્યોની પેનલ
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માની આગેવાની પેનલ બનાવાઈ
- લદ્દાખમાં લોક કલ્યાણ માટે લેહમાં પ્રતિનિધિઓને મળશે
નવી દિલ્હી : વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control- LAC) પર ચીન સાથે સરહદી વિવાદ વચ્ચે, ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ આ મહિનાના અંતમાં જમ્મુ -કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લેશે. LAC પરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પેનલ 16 ઓગસ્ટના રોજ એક સપ્તાહની મુલાકાતે જશે.
આ પણ વાંચો: કચ્છની ઇન્ડો- પાક બોર્ડર ઉપર High alert, સુરક્ષા વધારવામાં આવી
પેનલ BOPS ની મુલાકાત લેશે
ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ની કાર્યકારી સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માની આગેવાની હેઠળની પેનલ બનાવવામાં આવી છે, જેમાં 31 સભ્યો છે. આ પેનલ LAC નજીક સ્થિત બોર્ડર આઉટ પોસ્ટ્સ (BOPs) ની મુલાકાત લેશે. તે લદ્દાખમાં વહીવટ, વિકાસ અને લોકોના કલ્યાણ માટે લેહમાં ગૃહ બાબતોના પ્રતિનિધિઓને પણ મળશે.
આ પણ વાંચો: Jammu Kashmir: અરનિયા સેકટરમાં બોર્ડર પર દેખાયું પાકિસ્તાની ડ્રોન
સૈનિકોની કાર્ય સ્થિતિની સમીક્ષા
ITBPના ટોચના અધિકારીઓ 16 ઓગસ્ટે લેહમાં પેનલને જાણકારી આપશે. 18 ઓગસ્ટના રોજ પેનલ સભ્યો શ્રીનગરમાં મુખ્ય હિતધારકો સાથે વાતચીત કરશે, જે શાસન, વિકાસ અને લોકોના કલ્યાણ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, 19 ઓગસ્ટે ગૃહ મંત્રાલયના પ્રતિનિધિઓ સાથે બેઠક થશે. ત્યારબાદ પેનલ કેટલાક સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પની મુલાકાત લેશે. પેનલ સભ્યો 20 ઓગસ્ટે જમ્મુ પહોંચશે અને બીજા દિવસે માતા વૈષ્ણો દેવી માટે આપત્તિ વ્યવસ્થા સજ્જતાની સમીક્ષા કરશે. આ બાદ, તે ગૃહ મંત્રાલય અને BSF ના પ્રતિનિધિઓને મળીને સૈનિકોની કાર્ય સ્થિતિની સમીક્ષા કરશે. આ બાદ, સંસદીય સ્થાયી સમિતિ 22 ઓગસ્ટે દિલ્હી પરત ફરશે.