સંસદના શિયાળુ સત્રનો આજે 14મો દિવસ પણ હંગામા સાથે શરૂ થયો હતો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં હિંસા મામલે ટિપ્પણી કરી.
રાહુલે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના રાજીનામાની માંગ કરી હતી.
આ પછી વિપક્ષી દળોના હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.