ETV Bharat / bharat

Parliament Monsoon Session: પેગાસસ મામલે વિપક્ષોનો સતત 8માં દિવસે ભારે હંગામો - સંસદમાં હંગામો

સંસદના ચોમાસુ સત્ર ( parliament monsoon session ) દરમિયાન વિપક્ષે સતત હોબાળો મચાવ્યો છે. વિપક્ષના સાંસદો સતત પેગાસસ જાસૂસી મુદ્દા પર ચર્ચાની માગ કરીને હંગામો મચાવી રહ્યા છે. જેના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ રહી છે. આજે પણ સંસદના બંને ગૃહોમાં હંગામો છે. જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.

Parliament Monsoon Session: પેગાસસ મામલે વિપક્ષોનો સતત 8માં દિવસે ભારે હંગામો

author img

By

Published : Jul 29, 2021, 1:11 PM IST

  • સંસદમાં આઠમો દિવસે પણ હંગામો
  • કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મચાવ્યો ભારે હોબાળો
  • અધ્યક્ષે નારાજ થઈ વિપક્ષને ચેતવણી આપી

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો આજે આઠમો દિવસ છે. સંસદમાં ખળભળાટ મચી રહ્યો છે. આજે પણ સંસદના બંને ગૃહોમાં હંગામો છે. જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.

વિપક્ષી સાંસદોએ કરેલા હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી ( parliament monsoon session ) પણ સવારે બપોર સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષના હંગામા પર લોકસભા સ્પીકરે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે ગૃહનું પોતાનું ગૌરવ છે, ગૃહમાં વિક્ષેપ પાડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

કોંગ્રેસના સાંસદ બી મણિકમ ટાગોરે આજે ફરીથી લોકસભામાં ( parliament monsoon session ) એડજર્મેન્ટ મોશન નોટિસ આપી છે અને વડાપ્રધાન અથવા ગૃહપ્રધાનની હાજરીમાં પેગાસસ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પેગાસસ મુદ્દે ચર્ચાની માગણી સાથે એડજર્મેન્ટ મોશન નોટિસ પણ આપી છે.

બીજી તરફ કોંગ્રેસના લોકસભા સભ્યોએ આજે ​​સવારે કોંગ્રેસ સંસદીય પાર્ટી કાર્યાલય ખાતે બેઠક યોજી હતી, જેમાં પેગાસસ અને અન્ય મુદ્દાઓ પર સંસદમાં ( parliament monsoon session ) સરકારને ઘેરી લેવાની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રાજ્યસભાના વિરોધી પક્ષોના નેતાઓએ પણ પેગાસસ મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ ઘડવા માટે એક અલગ બેઠક યોજી હતી.

બેઠક બાદ રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડએએ કહ્યું કે અમે ફક્ત પેગાસસ મુદ્દે ચર્ચા કરવા માગીએ છીએ. તે માટે પીએમ મોદી અને ગૃહપ્રધાનની હાજરી જરૂરી છે. આ (જાસૂસી) રાજદ્રોહ છે. જો તેઓ અમને આ મુદ્દા પર ચર્ચા કરવાની મંજૂરી આપવામાં આવશે તો ગૃહ સારું ચાલશે. અમે આજે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે.

વિપક્ષને મોદી સરકાર કામ નથી કરવા દઈ રહી

તે જ સમયે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ​​સવારે ટ્વિટ કરીને કહ્યું કે, 'આપણી લોકશાહીનો પાયો એ છે કે સાંસદો લોકોનો અવાજ બને અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરે. મોદી સરકાર વિપક્ષોને આ કામ કરવા દેતી નથી. સંસદનો વધુ સમય બગાડો નહીં અને મોંઘવારી, ખેડૂતો અને પેગાસસ વિશે વાત કરવા દો! '

કોંગ્રેસ સાંસદ સાયકલ પર પહોંચ્યાં સંસદ

કોંગ્રેસના સાંસદ રિપૂન બોરા ઇંધણના ભાવવધારાના વિરોધમાં આજે સાયકલ પર સંસદ ( parliament monsoon session ) પહોંચ્યાં હતાં. તેમણે કહ્યું કે અમે તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારા પર સંસદમાં ચર્ચાની માગ કરી રહ્યાં છીએ. સાંસદ તરીકે જો અમને સંસદમાં ચર્ચા કરવાની મંજૂરી ન મળે, તો અમે આવા મુદ્દા ક્યાં ઉઠાવીશું.

આપનેે જણાવી દઈએ કે બુધવારે કોંગ્રેસના સાંસદોએ ( parliament monsoon session ) લોકસભામાં હંગામો મચાવ્યો હતો અને પત્રિકાઓ ફાડીને ફેંકી હતી. વિપક્ષે લોકસભા અધ્યક્ષની ખુરશી અને ટ્રેઝરી બેંચ પર ફાટેલા પેમ્ફલેટ અને પ્લે કાર્ડ્સ પણ ફેંક્યાં હતાં. વિપક્ષે સરકાર પર પેગાસસ જાસૂસી કૌભાંડ પર ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો છે.

સરકારનો ખુલાસો

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે ( parliament monsoon session ) લોકસભામાં ધાંધલધમાલ સાથે મીડિયા સાથે વાતચીત કરતા કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદો પર ગૃહની ગરિમા ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ગૃહમાં ક્યારેક કોઈ પ્રધાનને નિવેદન આપવા નથી દેવાતાં તો ક્યારેક પ્રધાનના હાથમાંથી કાગળો ખેંતીને ફાડીને ફેંકી દેવામાં આવે છે. વિપક્ષ ભારતની લોકશાહીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના એક વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કરશે સંબોધિત

આ પણ વાંચોઃ રાજ્યસભામાં પેગાસસ મામલે વિવાદ : કૉંગ્રેસના નિયમ 267 અંતર્ગત ચર્ચાની માગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.