ETV Bharat / bharat

લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત, 16 દિવસમાં માત્ર 21 કલાક કામ

author img

By

Published : Aug 11, 2021, 1:40 PM IST

લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, આજે 17 મી લોકસભાનું છઠ્ઠું સત્ર સમાપ્ત થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, આ સત્રમાં લોકસભાની કામગીરી અપેક્ષા મુજબ ન હતી. તેમણે કહ્યું કે, કુલ 17 બેઠકોમાં માત્ર 21 કલાક 14 મિનિટનું કામ થયું છે. આ પછી સ્પીકરે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે.

લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત, 16 દિવસમાં માત્ર 21 કલાક કામ
લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત, 16 દિવસમાં માત્ર 21 કલાક કામ

  • લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત
  • લોકસભામાં આવતા અવરોધોથી અપેક્ષા મુજબ ન થઈ કામગીરી
  • 96 કલાકમાંથી 74 કલાક સુધી નથી થઈ શક્યું કોઈ કામ

નવી દિલ્હી: લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત રાખવામાં આવી છે. સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, લોકસભામાં સતત આવતા અવરોધોના કારણે કામકાજની દ્રષ્ટિએ ગૃહની કામગીરી અપેક્ષા મુજબ ન હતી. તેમણે કહ્યું કે 96 કલાકમાંથી 74 કલાક સુધી કોઈ કામ થઈ શક્યું નથી.

લોકસભામાં માત્ર 22 ટકા કામ ચલાવવામાં આવતું

સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, જો ટકાવારીમાં જોવામાં આવે તો લોકસભામાં માત્ર 22 ટકા કામ ચલાવવામાં આવતું હતું. તેમણે કહ્યું કે, સત્ર દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ નાણાકીય અને કાયદાકીય કારોબાર થયા અને 127 મો બંધારણ સુધારા બિલ પણ પસાર કરવામાં આવ્યો છે.

20 મહત્વના બિલ પસાર કરવામાં આવ્યા

તેમણે કહ્યું કે, ઘણા બિલ રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય 20 મહત્વના બિલ પણ પસાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, સ્થાયી સમિતિઓ અને લોકસભાના ટેબલ પર 60 રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. મંત્રીઓએ 22 નિવેદનો આપ્યા. સત્ર દરમિયાન સત્ર ટેબલ પર 1 હજાર 243 પેપર નાખવામાં આવ્યા હતા.

સ્પીકરે કાર્યવાહી સામેલ તમામ લોકો અને એજન્સીઓનો આભાર વ્યક્ત કર્યો

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી ચલાવવામાં સામેલ તમામ લોકો અને એજન્સીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

127 મો બંધારણ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું

જણાવી દઈએ કે, મંગળવારે લોકસભામાં આશરે 6 કલાકની ચર્ચા બાદ OBC યાદી સાથે સંબંધિત 127 મો બંધારણ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ પછી આયુષ મંત્રાલયના 2 અન્ય ખરડાઓ પણ લગભગ 8 વાગ્યે પ્રિસાઈડિંગ ચેરમેન રાજેન્દ્ર અગ્રવાલની હાજરીમાં માત્ર 12 મિનિટમાં પસાર કરવામાં આવ્યા. આ બિલ કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે રજૂ કર્યા હતા.

આ પણ વાંચો: OBC List : 127મું સંવિધાન સંશોધન બિલ થયું પસાર

જાણો શું છે 127 બંધારણીય સુધારા બિલ,જેના પર નારાજ વિપક્ષોએ પણ સરકાર સાથે સુર મિલાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.