નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્ર 2023ની કાર્યવાહી ચાલી રહી છે. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 3 વાગ્યે જવાબ આપે તેવી શક્યતા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ બ્લુ જેકેટ પહેરીને સંસદ પહોંચ્યા હતા. આ જેકેટ સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલમાંથી બનાવવામાં આવે છે.
-
Hon'ble Shri @narendramodi, presented with a dress made out of recycled PET bottles under #IndianOil's #Unbottled initiative by @ChairmanIOCL.
— Indian Oil Corp Ltd (@IndianOilcl) February 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
We will convert 100 million PET Bottles annually to make uniforms for our on-ground teams & non-combat uniforms for our armed forces. pic.twitter.com/aRoK3fXY7Y
">Hon'ble Shri @narendramodi, presented with a dress made out of recycled PET bottles under #IndianOil's #Unbottled initiative by @ChairmanIOCL.
— Indian Oil Corp Ltd (@IndianOilcl) February 6, 2023
We will convert 100 million PET Bottles annually to make uniforms for our on-ground teams & non-combat uniforms for our armed forces. pic.twitter.com/aRoK3fXY7YHon'ble Shri @narendramodi, presented with a dress made out of recycled PET bottles under #IndianOil's #Unbottled initiative by @ChairmanIOCL.
— Indian Oil Corp Ltd (@IndianOilcl) February 6, 2023
We will convert 100 million PET Bottles annually to make uniforms for our on-ground teams & non-combat uniforms for our armed forces. pic.twitter.com/aRoK3fXY7Y
સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલમાંથી જેકેટ: સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના બેંગલુરુમાં આયોજિત ઈન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આ જેકેટ પીએમ મોદીને ભેટમાં આપવામાં આવ્યું હતું. આ જેકેટ 28 સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલમાંથી બનાવવામાં આવ્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 100 મિલિયન બોટલ રિસાઈકલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ પણ વાંચો: Repo Rate Hiked: RBI એ રેપો રેટમાં કર્યો 25 બેસિસ પોઈન્ટનો વધારો, ઘર-કાર લોન થશે મોંઘી
ગ્રીન ટેક્નોલોજી પર કપડાની બનાવટ: આ કપડાં સંપૂર્ણપણે ગ્રીન ટેક્નોલોજી પર બનાવવામાં આવે છે. પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલા કપડાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને રંગવા માટે પાણીના ટીપાનો પણ ઉપયોગ થતો નથી. પીઈટી બોટલમાંથી બનેલા વસ્ત્રોમાં ડોપ ડાઈંગનો ઉપયોગ થાય છે. આ બોટલો રહેણાંક વિસ્તારો અને દરિયામાંથી એકઠી કરવામાં આવે છે. ટી-શર્ટ અને શોર્ટ્સ બનાવવા માટે પાંચથી છ બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. શર્ટ બનાવવા માટે 10 બોટલ અને પેન્ટ બનાવવા માટે 20 બોટલ ઉપયોગમાં લેવાય છે.
શ્રીરેંગા પોલિમર્સ કંપનીએ તૈયાર કર્યું છે જેકેટ: PM મોદી માટે આ જેકેટ તમિલનાડુના કરુરમાં આવેલી શ્રી રેંગા પોલિમર્સ નામની કંપનીએ તૈયાર કર્યું છે. કંપનીના મેનેજિંગ પાર્ટનરે જણાવ્યું કે તેણે પીઈટી બોટલમાંથી બનાવેલા નવ રંગના કપડાં ઈન્ડિયન ઓઈલને આપ્યા હતા. ઈન્ડિયન ઓઈલને આ જેકેટ ગુજરાતમાં વડાપ્રધાનના દરજીએ બનાવ્યું છે. તેમણે કહ્યું કે આવા જેકેટ બનાવવા માટે સરેરાશ 15 બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. એક સંપૂર્ણ યુનિફોર્મ બનાવવા માટે સરેરાશ 28 બોટલનો ઉપયોગ થાય છે.