- વડાપ્રધાન વિશ્વભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે
- 'પરીક્ષા પર ચર્ચા' છે પણ અહીં ચર્ચા ફક્ત 'પરીક્ષા' સુધી મર્યાદિત રહેશે નહીં: મોદી
- 'પરીક્ષા પર ચર્ચા' કાર્યક્રમ ડિજિટલ માધ્યમ દ્વારા યોજવામાં આવી રહ્યો છે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યે 'પરીક્ષા પર ચર્ચા' કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા વિશ્વભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. તેમણે એક ટ્વિટમાં લખ્યું હતું કે, એક નવી શરૂઆત, વિવિધ વિષયો પર ઘણા રસપ્રદ પ્રશ્નો અને આપણા બહાદુર યોદ્ધાઓ, માતાપિતા અને શિક્ષકો સાથે યાદગાર ચર્ચા.... 7 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યે 'પરીક્ષા પર ચર્ચા' જુઓ.
આ પણ વાંચો: પ્રાચીન ભારતની સમૃદ્ધ શિક્ષણ પ્રણાલીનું મુખ્ય કેન્દ્ર મૈસુર યુનિવર્સિટી: વડાપ્રધાન મોદી
પરીક્ષા પર ચર્ચાની પ્રથમ ડિજિટલ આવૃત્તિ
વડાપ્રધાને એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, અમે છેલ્લા 1 વર્ષથી કોરોનાની છાયામાં જીવી રહ્યા છીએ અને આને લીધે મારે તમને વ્યક્તિગત રીતે તમને મળવાનો મોહ છોડવો પડશે. તેમજ, નવા રૂપ સાથે ' પરીક્ષા પર ચર્ચા' ની પ્રથમ ડિજિટલ આવૃત્તિમાં તમારી સાથે રહીશું. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને જીવનના સપનાના અંત તરીકે નહીં પણ અવસર તરીકે જોવાની વાત કરી હતી.
બાળકોની સાથે મિત્ર બનીને વાતચીત
વીડિયોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન બાળકોની સાથે મિત્ર બનીને વાતચીત કરશે અને આ ઉપરાંત તેઓ ડિજિટલ પ્રોગ્રામમાં શિક્ષકો અને વાલીઓ સાથે પણ વાતચીત કરશે. મોદી ચર્ચા કરશે કે, લોકો કે માતા-પિતા શું કહેશે તેનું દબાણ પણ ક્યારેક બોજ બની જાય છે. વીડિયોમાં વડાપ્રધાન એમ પણ કહી રહ્યા છે કે, આ 'પરીક્ષા પર ચર્ચા' છે પણ અહીં ચર્ચા ફક્ત 'પરીક્ષા' સુધી મર્યાદિત રહેશે નહીં.
આ પણ વાંચો: નવી શિક્ષણ નીતિ સાથે વિદ્યાર્થીઓની પ્રતિભાને સંપૂર્ણ તક મળશે: મોદી
કાર્યક્રમ ડિજિટલ માધ્યમથી યોજાશે
આ કાર્યક્રમને તેમના હૃદયની ખૂબ નજીક ગણાવતા વડાપ્રધાને કહ્યું કે, આના માધ્યમથી યુવાનોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે. તેમણે કહ્યું કે, તે એક પરિવારના સભ્ય તરીકે, વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણને દૂર કરવામાં મદદ કરવા માંગે છે. આ વખતે 'પરીક્ષા પર ચર્ચા' કાર્યક્રમ ડિજિટલ માધ્યમથી યોજવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં શિક્ષણ મંત્રાલયે તેની જાહેરાત કરી હતી.