ETV Bharat / bharat

Ram Mandir Ayodhya : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પાનીપતથી પહોંચશે 1 લાખ ધાબળા - Panipat Blankets

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પાનીપતથી 1 લાખ ધાબળા મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. પાનીપત તેના બ્લેન્કેટ ઉદ્યોગ માટે દેશભરમાં પ્રખ્યાત છે. Panipat Blankets Ram Mandir Pran Pratistha

Ram Mandir Ayodhya
Ram Mandir Ayodhya
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 12:45 PM IST

પાનીપત : અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ રામલાલની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 17 જાન્યુઆરીના રોજ શરૂ થશે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખો મહેમાનો અને ભક્તો આવવાની અપેક્ષા છે. ત્યારે મહેમાનો અને ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા પાનીપત વિશ્વ હિન્દુ પરિષદને અયોધ્યામાં 1 લાખ ધાબળા મોકલવાની જવાબદારી સોંપવામાં આવી છે.

પાનીપતથી પહોંચશે 1 લાખ ધાબળા : અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે કોઈ અષ્ટધાતુનો બનેલો 2,100 કિલોનો ઘંટ મોકલી રહ્યું છે. તો કોઈ 108 ફૂટ લાંબી અગરબત્તી તૈયાર કરી રહ્યું છે. ત્યારે પાનીપતથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મિંક અને પોલર સહિત અનેક પ્રકારના ધાબળા મોકલવામાં આવશે. નાના-નાના સ્ટોકમાં 1 લાખ ધાબળા અયોધ્યા પહોંચાડવામાં આવી રહ્યા છે. અગાઉ મંદિર બનાવનાર કારીગરો અને સંત મહાત્માઓ માટે પાનીપતથી 2000 ધાબળા મોકલવામાં આવ્યા હતા.

પાનીપતથી પહોંચશે 1 લાખ ધાબળા
પાનીપતથી પહોંચશે 1 લાખ ધાબળા

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય રાજીવ ભાટિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, અમરનાથ અને વૈષ્ણોદેવીની તર્જ પર અયોધ્યામાં પણ 3 મહિના સુધી ભંડારા ચાલશે. એક દિવસમાં લગભગ 50,000 લોકો એક સ્ટોલ પર ભોજન કરશે. ભંડારામાં સેવા માટે પાનીપત તરફથી 40 વ્યક્તિના નામ ટ્રસ્ટને મોકલવામાં આવ્યા છે. ટ્રસ્ટ તેમને પરવાનગી પત્ર અને આઈડી કાર્ડ ઈશ્યુ કરશે. RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘના તમામ સમાન વિચારધારા ધરાવતા સંગઠનો સાથે મળીને 1 થી 15 જાન્યુઆરી સુધી ઘરે-ઘરે જઈને મહોત્સવમાં ભાગ લેવાનું આમંત્રણ આપશે. 22 જાન્યુઆરી પહેલા પાનીપતથી લગભગ 1 લાખ ધાબળા મોકલવામાં આવશે.

રામજન્મભૂમિ બસ સેવા : આપને જણાવી દઈએ કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જ પાનીપતથી રામજન્મભૂમિ સુધી સીધી રોડવેજ બસ સેવા શરૂ થવા જઈ રહી છે. હાલમાં કામચલાઉ પરમિટ માટે અરજી કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદની માંગ પર આ બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે.

ભક્તોની માંગ પૂરી થશે : આ અંગે પાણીપત ડેપોના GM કુલદીપ જાંગરાએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામલાલના પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. તેથી ભક્તોએ અયોધ્યા માટે રોડવેઝ બસ સેવા શરૂ કરવાની માંગ શરૂ કરી છે. અત્યાર સુધી પાણીપતથી લખનઉ સુધી બસસેવા હતી. હવે લખનઉથી અયોધ્યાનું અંતર પણ પાણીપત ડેપોની બસ દ્વારા કવર કરવામાં આવશે. લખનઉથી અયોધ્યાનું અંતર લગભગ 120 કિલોમીટર છે. જેના કારણે સીધી કાયમી પરમિટ મળતી નથી. કાયમી પરમિટ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં અમે સરકાર અને ટ્રાન્સપોર્ટ હેડક્વાર્ટરને પત્ર લખીશું.

  1. કેરળના થ્રિસુરમાં PM મોદીનો રોડ શો, ભારે ભીડ ઉમટી, બીજેપી મહિલા સંમેલનમાં ઉષ્માભર્યું સ્વાગત
  2. AYODHYA RAM MANDIR : રામલલા ગર્ભગૃહમાં બિરાજતા પહેલા 24 કલાક કરશે આરામ, આવી રીતે જગાડવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.