ETV Bharat / bharat

પાકિસ્તાને ફરી બતાવ્યો પોતાનો અસલી રંગ, શ્રીનગર-શારજાહ ફ્લાઇટ માટે એરસ્પેસ આપવાની કહી દીધી ના - પાકિસ્તાને એરસ્પેસ આપવાની ના કહી

પાકિસ્તાને (Pakistan) શ્રીનગર (Srinagar)થી શારજાહ (Sharjah)ની ફ્લાઈટ માટે તેની એરસ્પેસ (Airspace)નો ઉપયોગ કરવાનો ઈન્કાર કરી દીધો છે. શ્રીનગરથી શારજાહ (Srinagar To Sharjah)ની ફ્લાઈટ શરૂ થયાના થોડા દિવસો બાદ પાકિસ્તાને આ પગલું ભર્યું હતું. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.

પાકિસ્તાને ફરી બતાવ્યો પોતાનો અસલી રંગ, શ્રીનગર-શારજાહ ફ્લાઇટ માટે એરસ્પેસ આપવાની કહી દીધી ના

author img

By

Published : Nov 3, 2021, 5:39 PM IST

  • પાકિસ્તાને ફરી એકવાર ભારતને બતાવ્યા આકરા તેવર
  • શ્રીનગરથી શાહજાહની ફ્લાઇટ માટે એરસ્પેસ આપવાનો કર્યો ઇનકાર
  • 2009માં પણ કરી ચૂક્યું છે આવી જ હરકત

શ્રીનગર: પાકિસ્તાને શ્રીનગરથી શારજાહ (Srinagar To Sharjah)ની ફ્લાઈટ માટે તેની એરસ્પેસ (Airspace)નો ઉપયોગ કરવાનો ઈન્કાર કરી દીધો છે. એક અંગ્રેજી ન્યૂઝ ચેનલની પત્રકાર ગીતા મોહને ટ્વીટ કરીને કહ્યું કે, 'પાકિસ્તાને શ્રીનગર-શારજાહ ફ્લાઈટને તેની એરસ્પેસમાં ઉડાણ કરતા અટકાવી દીધી છે.'

અમિત શાહે કર્યું હતું ઉદ્ઘાટન

તાજેતરમાં, જમ્મુ અને કાશ્મીર (Jammu And Kashmir)ની તેમની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ (Srinagar International Airport)થી સંયુક્ત આરબ અમીરાતમાં શારજાહ સુધીની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ તેના થોડા દિવસો બાદ પાકિસ્તાને ફ્લાઈટ માટે એરસ્પેસ આપવાનો ઈન્કાર કરી દીધો છે. તો જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનના આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.

ઓમર અબ્દુલ્લાએ અફસોસ વ્યક્ત કર્યો

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'પાકિસ્તાને 2009-2010માં શ્રીનગરથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ સાથે આવું જ કર્યું હતું. મને અપેક્ષા હતી કે ગો એરવેઝને પાક એરસ્પેસ પર ઊડવાની મંજૂરી આપવામાં આવશે, જે સંબંધોમાં સુધારાની એક નિશાની હતી, પરંતુ અફસોસ એવું બન્યું નહીં.' જો કે એરપોર્ટ ડાયરેક્ટર સંતોષ ઢોકેએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, શારજાહથી ફ્લાઈટ આજે સવારે શ્રીનગર એરપોર્ટ પર ઉતરી હતી.

ફ્લાઇટ શરૂ થવાથી પ્રવાસન અને રોકાણમાં મદદ મળવાની આશા

ઢોકેએ જણાવ્યું કે, "શારજાહથી ફ્લાઇટ આજે સવારે સમયપત્રક મુજબ શ્રીનગર એરપોર્ટ પર ઉતરી હતી." તેમણે કહ્યું હતું કે, "પાકિસ્તાને ફ્લાઇટને એરસ્પેસ આપવાનો ઇનકાર કર્યો છે તેની તેમને કોઈ જાણકારી નથી." ગૃહપ્રધાન અમિત શાહે 23 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરની 3 દિવસીય મુલાકાત દરમિયાન શ્રીનગર-શારજાહ ફ્લાઈટને લીલી ઝંડી આપી હતી. શાહે ફ્લાઇટનું ઉદ્ઘાટન કરતા કહ્યું હતું કે, "અમે આને આજથી શરૂ કરવાની જાહેરાત કરીએ છીએ. આનાથી પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વધારે રોકાણમાં મદદ મળશે."

કાશ્મીરના વેપારીઓ અને ઉદ્યોગપતિએ ફ્લાઇટ શરૂ થવાથી ખુશ

કાશ્મીરના વેપારીઓ સંયુક્ત આરબ અમીરાતના ફ્લાઇટ ઓપરેશનથી ખુશ હતા. તેમનું કહેવું હતું કે, "ખીણમાંથી કલાકૃતિઓ અને કાર્પેટને મધ્ય-પૂર્વમાં વિસ્તૃત બજાર મળશે." ગયા અઠવાડિયે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા અસીમ ઇફ્તિખાર અહેમદે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "સંબંધિત અધિકારીઓ શ્રીનગર-શારજાહ ફ્લાઇટને સ્થગિત કરવા પર વિચાર કરી રહ્યા છે." આસિમ ઈફ્તિખારે કહ્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીરમાં ફ્લાઈટ્સ અને કેટલાક કથિત રોકાણોના પ્રશ્ન પર, ખાસ કરીને ટેકનિકલ પ્રશ્નો તેમજ ઈન્ટરનેશનલ કન્વેન્શન ઓન એર નેવિગેશનને લગતી ફ્લાઈટ્સના મામલે સંબંધિત સત્તાવાળાઓ આ બાબતે વિચાર-વિમર્શ કરી રહ્યા છે."

પહેલા પણ પાકિસ્તાન કરી ચૂક્યું છે આવી હરકત

ઉલ્લેખનીય છે કે શ્રીનગર એરપોર્ટથી દુબઈ માટે પહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 14 ફેબ્રુઆરી, 2009ના એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારે પણ પાકિસ્તાને પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવાથી રોકી હતી.

આ પણ વાંચો: Corona Vaccination : વડાપ્રધાન મોદીને કહ્યું - "દરેક શહેર માટે અલગ વ્યૂહરચના બનાવો"

આ પણ વાંચો: લખીમપુર હિંસા કેસમાં મુખ્ય આરોપી આશિષની જામીન પર હવે 15મી નવેમ્બરે સુનાવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.