ETV Bharat / bharat

પાકિસ્તાનીઓની દિવાળી બગડી: પેટ્રોલિયમના ભાવમાં 8.14 પ્રતિ લિટર સુધીનો વધારો - પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ

વડા પ્રધાન ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકારે પેટ્રોલિયમના ભાવમાં પાકિસ્તાની રૂપિયા 8.14 પ્રતિ લિટર સુધીનો વધારો (Pakistan hikes petroleum prices ) કર્યો છે, જેનો સ્થાનિક મીડિયાએ શુક્રવારે અહેવાલ આપ્યો હતો.

પાકિસ્તાનીઓની દિવાળી બગડી: પેટ્રોલિયમના ભાવમાં 8.14 પ્રતિ લિટર સુધીનો વધારો

author img

By

Published : Nov 5, 2021, 12:09 PM IST

  • વડા પ્રધાન ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકારે લીધો નિર્ણય
  • પેટ્રોલિયમના ભાવમાં પાકિસ્તાની રૂપિયા 8.14 પ્રતિ લિટર સુધીનો વધારો
  • "સરકારની નિષ્ફળતાની સ્વીકૃતિ" અને "મજાક સિવાય બીજું કંઈ નથી": વિપક્ષી નેતાઓ

ઈસ્લામાબાદ (પાકિસ્તાન): વડાપ્રધાન ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકારે પેટ્રોલિયમના ભાવમાં પાકિસ્તાની રૂપિયા 8.14 પ્રતિ લીટર સુધીનો વધારો (Pakistan hikes petroleum prices ) કર્યો છે. નાણા મંત્રાલયે શુક્રવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલમાં જણાવાયું છે કે, તહરીક-એ-લબ્બેક પાકિસ્તાનના વિરોધને પગલે વડા પ્રધાને આ સપ્તાહની શરૂઆતમાં વધારો અટકાવી દીધો હતો.

કેરોસીન અને લાઇટ ડીઝલના ભાવમાં પણ વધારો

ટેક્સના દરો, આયાત સમાનતા કિંમત અને વિનિમય દરના આધારે, સરકારે પેટ્રોલ અને હાઇ-સ્પીડ ડીઝલના ભાવમાં અનુક્રમે 8.03 રૂપિયા અને 8.14 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. એ જ રીતે, કેરોસીન અને લાઇટ ડીઝલના ભાવમાં અનુક્રમે રૂ. 6.27 અને રૂ. 5.72 પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો, એમ પાકિસ્તાની પ્રકાશનમાં જણાવ્યું હતું.

દેશના અત્યાર સુધીના સૌથી મોટા સબસિડી પેકેજની જાહેરાત

ઇમરાન ખાને બુધવારે 120 અબજ રૂપિયાના "દેશના અત્યાર સુધીના સૌથી મોટા" સબસિડી પેકેજની જાહેરાત કરી હતી, જેમાં ઘી, લોટ અને કઠોળ પર 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું, જેથી ફુગાવાની અસરથી 13 કરોડ લોકોને ટેકો મળે. ખાનની જાહેરાતના થોડા સમય પછી, વિપક્ષી નેતાઓએ આ પગલાની ટીકા કરી હતી અને તેને "સરકારની નિષ્ફળતાની સ્વીકૃતિ" અને "મજાક સિવાય બીજું કંઈ નથી", એમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: કોણ છે સ્નેહા દુબે જેણે પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાન ખાનને આપ્યો વળતો જવાબ

પાકિસ્તાનના દોષી પ્રધાન

પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ ટ્વિટર પર કહ્યું હતું કે, પીએમનું પેકેજ "20 કરોડ લોકો માટે ખૂબ જ ઓછું છે". તેના અનુસંધાનમાં ભૂતપૂર્વ સેનેટર અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતા શેરી રહેમાને PM ઈમરાન ખાનના રાષ્ટ્રને આપેલા સંબોધનને "વિચિત્ર ભાષણ" ગણાવ્યું હતું અને વડા પ્રધાનને "પાકિસ્તાનના દોષી પ્રધાન" ગણાવ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં AAPએ પાકિસ્તાનના PMનું પૂતળું સળગાવી વિરોધ નોંધાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.