- ભારત બાયોટેક જૂનથી બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે
- ડૉ. રાચેસ ઇલ્લાએ આપી માહિતી
- ત્રીજી લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત બાળકો તેથી વેક્સિન આપવી જરૂરી
હૈદરાબાદ (તેલંગણા) : દેશમાં કોરોના ત્રીજા લહેરની આશંકા વચ્ચે હવે ભારત બાયોટેક જૂનથી બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા જઈ રહ્યું છે. કંપનીને આ વર્ષના ત્રીજા ક્વાર્ટર સુધીમાં બાળકો માટે રસી લાઇસન્સ મળવાની અપેક્ષા છે. આ માહિતી ભારત બાયોટેકના બિઝનેસ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલ એડવોકેસીના વડા ડૉ. રાચેસ ઇલ્લાએ આપી છે.
કોવાક્સિનને વર્ષના ત્રીજા કે ચોથા ક્વાર્ટરમાં WHOની મંજૂરી મળશે
હૈદરાબાદમાં ફિક્કી લેડીઝ ઑર્ગેનાઇજેશન (FLO)ની બેઠકમાં ઓનલાઇન બોલતા ડૉ. રાચેસ ઇલાએ ખાતરી આપી છે કે, બાળકો માટે રસીનું લાઇસન્સ આ વર્ષની ત્રીજી લહેરમાં મળી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે, કોવાક્સિનને વર્ષના ત્રીજા કે ચોથા ક્વાર્ટરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની મંજૂરી પણ મળશે. આ દિશામાં ખૂબ જ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેર વિશે ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે, સૌથી વધુ અસરગ્રસ્ત બાળકો થશે. આવી સ્થિતિમાં બાળકોને રસી અપાવવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વર્ષના અંત સુધીમાં અમારી ઉત્પાદન ક્ષમતામાં 700 મિલિયન ડોઝ સુધી વધારીશું
ડૉ. રાચેસના ઇલાએ જણાવ્યું કે, ખુશીની વાત છે કે, અમારી મહેનત રંગ લાવી અને અને રસી સારી રીતે કાર્યરત છે અને લોકોનું જીવન બચાવી રહી છે. જ્યારે આપણે રોજ કામ પરથી ઘરે પાછા જઈએ છીએ ત્યારે આપણને આ સારૂં લાગે છે. અમે ટૂંક સમયમાં આ વર્ષના અંત સુધીમાં અમારી ઉત્પાદન ક્ષમતામાં 700 મિલિયન ડોઝ સુધી વધારીશું.
રસી આપણા અને ICRM દ્વારા સહ-વિકસિત કરવામાં આવી
ડૉ. રાચેસ ઇલાએ જણાવ્યું કે, સરકારનો સંપૂર્ણ સમર્થન મળતા અમને આનંદ થાય છે. જેના કારણે આપણે આજે આ યાત્રામાં છીએ ત્યાં ઉભા રહી શક્યા છીએ. આ રસી આપણા અને ICRM દ્વારા સહ-વિકસિત કરવામાં આવી છે. સરકારે 1,500 કરોડની ખરીદીનો ઓર્ડર આપ્યો છે. આ આપણને જોખમ ઉઠાવાની ક્ષમતામાં વધારો કરે છે. તેથી જ અમે બેંગ્લોર અને ગુજરાતમાં અમારી કંપનીનું વિસ્તરણ કરી રહ્યા છીએ.
DCGIએ 2થી 18 વર્ષની ઉંમરના લોકો પર કોવાક્સિનના ક્લિનિકલ ટ્રાયલ્સને મંજૂરી આપી
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI)એ 13 મેના રોજ 2થી 18 વર્ષની ઉંમર વાળા કોવાક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સને મંજૂરી આપી હતી. ભારતની સ્વદેશી કોરોના રસી COVAXIN ભારત બાયોટેક દ્વારા ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના સહયોગથી બનાવવામાં આવી છે.
કંપનીનું કુલ વાર્ષિક ઉત્પાદન એક અબજ ડોઝ સુધી પહોંચશે
ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, તે ગુજરાતમાં અંકલેશ્વરમાં તેના પેટાકંપની પ્લાન્ટમાં કોરોનાની રસી કોવાક્સિનના 200 મિલિયન ડોઝનું ઉત્પાદન કરશે. આ સાથે કંપનીનું કુલ વાર્ષિક ઉત્પાદન એક અબજ ડોઝ સુધી પહોંચશે. હૈદરાબાદ સ્થિત કંપનીએ જણાવ્યું છે કે, તે અંકલેશ્વરમાં તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની શિરોન બેહરિંગ વેકિન્સના ઉત્પાદન પ્લાન્ટનો ઉપયોગ કરીને 200 કરોડ ડોઝનું નિર્માણ કરશે.
GMP પ્લાન્ટ્સમાં કંપની દર વર્ષે 200 મિલિયન ડોઝ કોવાક્સિન બનાવવાની યોજના
ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "GMP પ્લાન્ટ્સમાં કંપની દર વર્ષે 200 મિલિયન ડોઝ કોવાક્સિન બનાવવાની યોજના ધરાવે છે. આ પ્લાન્ટ્સ પહેલેથી જ GMP (ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ) અને બાયોસફ્ટીના કડક ધોરણો હેઠળ નિષ્ક્રિય વેરો સેલ પ્લેટફોર્મ ટેકનોલોજી ધરાવે છે. રસીઓના ઉત્પાદનનું કાર્ય આ આધારિત ચાલુ છે.
હૈદરાબાદ અને બેંગ્લોર કેમ્પસમાં રસી માટે અનેક પ્રોડક્શન લાઇનો તૈનાત કરી દીધી
કંપનીએ જણાવ્યું કે તેણે પહેલાથી જ તેના હૈદરાબાદ અને બેંગ્લોર કેમ્પસમાં રસી માટે અનેક પ્રોડક્શન લાઇનો તૈનાત કરી દીધી છે. ભારત બાયોટેકની 100 ટકા સબસિડિયરી શિરોન બેહરિંગ વેક્સીન્સ વિશ્વના હડકવા રસી ઉત્પાદકોમાંની એક છે.