- પદ્મશ્રી ડોક્ટર શાંતિ જૈનનું થયું નિધન
- રવિવારના રોજ શાંતિ જૈન કોરોના ટેસ્ટ માટે જવાના હતા
- શાંતિ જૈન બીમાર હતા
પટના: પદ્મશ્રી ડોક્ટર શાંતિ જૈનનું પટનામાં આજે નિધન થયું છે શનિવારના રોજ તેમની તબિયત થઈ હતી. રોજ તેઓ કોરોના ટેસ્ટ માટે જવાના હતા પરંતુ તે પહેલા જ તેમનું નિધન થયું છે. શાંતિ જૈનને બે દિવસથી ઉધરસ અને તાવની બીમારી હતી.
કોણ છે શાંતિ જૈન
શાંતિ જૈનને પદ્મા શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા ડોક્ટર શાંતિ જૈનને સાહિત્ય સાધના માટે નવાજવામાં આવ્યા હતા. ફોરેસ્ટ સાહિત્યકાર ડોક્ટર શાંતિ જૈનનો જન્મ 4 જુલાઈ 1946ના રોજ થયો હતો. તેમણે MA, PHDની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. પ્રદેશના ભોજપુર જિલ્લાના આરા નગરમાં થી HD કોલેજથી પ્રોફેસર અને સંસ્કૃતની વિભાગ અધ્યક્ષ પદથી નિવૃતિ થઈ હતી.
બિહારને અલગ ઓળખ આપનાર સાહિત્યકાર
બિહારને અલગ ઓળખ આપનાર સાહિત્યકાર ડોક્ટર શાંતિ જૈનનું નિધન તેમના કદમકૂવા લોહનીપુર વાળા મકાનમાં જ થયું હતું. પદ્મશ્રી શાંતિ જૈનને છેલ્લા કેટલાક દિવસોથી તાવ અને ઉધરસની બીમારી હતી. રવિવારના રોજ તે કોરોના ટેસ્ટ કરવમાવા માટે જવાના હતા.
અંતિમ સંસ્કાર માટેની જોવાઈ રહી હતી રાહ
શાંતિ જૈનના અંતિમ સંસ્કારની રાહ જોવાઇ રહી છે શાંતિ જૈનના ડ્રાઈવરે જણાવ્યું હતું કે, શનિવારની રાતે તેઓ જમીને તેમના રૂમમાં ચાલ્યા ગયા હતા. રવિવારની સવારે જ્યારે દિપક તેમનો ડ્રાઇવર આવાસે પહોંચ્યો ત્યારે પદ્મશ્રી શાંતિ જૈનના રૂમનો દરવાજો બંધ હતો. દરવાજો ખોલવા માટે ડ્રાઈવરે આસપાસના લોકોને બોલાવી દરવાજો તોડ્યો હતો. અને દરવાજો તોડતા પદ્મશ્રી શાંતિ જૈન મૃત હાલતમાં જોવા મળ્યા હતા. અંતિમ સંસ્કાર માટે પરિવારના સભ્યો આવી રહ્યા ન હતા તેમના ડ્રાઇવર દિપક જ અંતિમ સંસ્કાર માટે લઈ ગયો હતો.
- શાંતિ જૈન ને આ સન્માનોથી નવાજવામાં આવ્યા હતા
- શાંતિ જૈનને લોકસાહિત્ય પર વિશેષ કાર્ય કરવા માટે અને સાહિત્ય સાધના માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- ડોક્ટર શાંતિ જૈનને રાષ્ટ્રપતિ દ્વારા 2009માં સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતો.
- મધ્યપ્રદેશ સરકારે વર્ષ ૨૦૦૮માં શાંતિ જૈનને દેવી અહલ્યાથી સન્માનત કર્યા હતા.
- કે કે બિડલા ફાઉન્ડેશન દ્વારા શંકર સન્માન
- ઓલ ઇન્ડિયાનું શાંતિ જૈન ને રાષ્ટ્રીય સન્માન મળ્યું હતું
- ચેઇતી પુસ્તક માટે બિહાર સરકાર દ્વારા રાજભાષા સન્માન આપવામાં આવ્યું હતુ.
- આ સિવાય ડોક્ટર શાંતિ જૈન ને કલાકાર સહિત અનેક સન્માનો મળ્યા હતા.