ETV Bharat / bharat

Padma Awards 2022: CDS રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણ, ગુજરાતના આ 6 મહાનુભાવોને પદ્મશ્રી - લતા દેસાઈ પદ્મશ્રી

સરકારે પદ્મ પુરસ્કારો (Padma Awards 2022)ની જાહેરાત કરી છે. 4 લોકોને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યા છે. 17 લોકોને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાતમાંથી સ્વામી સચ્ચિદાનંદજીને પદ્મ ભૂષણ અને રાજ્યના અન્ય 6 મહાનુભાવોને પદ્મશ્રી આપવામાં આવશે.

Padma Awards 2022: CDS રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણ, ગુજરાતના આ 6 મહાનુભાવોને પદ્મશ્રી

author img

By

Published : Jan 25, 2022, 9:23 PM IST

નવી દિલ્હી: ભારત સરકારે પદ્મ પુરસ્કારો (Padma Awards 2022)ની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 4 લોકોને પદ્મ વિભૂષણ (Padma Vibhushan 2022), 17 લોકોને પદ્મ ભૂષણ (Padma Bhushan 2022)અને 107 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. અનેક લોકોને મરણોત્તર પદ્મ પુરસ્કાર (Posthumous Padma Awards 2022)આપવામાં આવનાર છે.

કલ્યાણ સિંહને પણ પદ્મ વિભૂષણ

ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત (cds general bipin rawat)ને સિવિલ સર્વિસ સેક્ટરમાં મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવશે. આ સિવાય રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહને પણ પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો છે. પબ્લિક અફેર્સ કેટેગરીમાં પદ્મ વિભૂષણથી સન્માનિત કલ્યાણ સિંહ યુપીના મુખ્યપ્રધાન પણ રહી ચુક્યા છે.

આ પણ વાંચો: Republic Day 2022: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન, દેશવાસીઓને કરી આ હાકલ

ગુજરાતના 7 મહાનુભાવોને પદ્મશ્રી મળ્યો

ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે સ્વામી સચ્ચિદાનંદજીને પદ્મ ભૂષણ આપવામાં આવશે. ડૉ. લતા દેસાઈ (મેડિસિન) (lata desai padma shri), માલજીભાઈ દેસાઈ (પબ્લિક અફેયર્સ), ખલીલ ધનતેજવી (સાહિત્ય અને શિક્ષણ) (khalil dhantejvi padma shri ), સવજીભાઈ ધોળકિયા (સામાજિક કાર્ય), જયંતકુમાર મગનલાલ વ્યાસ (સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ) અને રમિલાબહેન ગામિત (સામાજિક કાર્ય)ને પદ્મશ્રી મળ્યો છે.

આ પણ વાંચો: Republic Day 2022: 384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત, નીરજ ચોપરાને મળશે પરમ વિશિષ્ટ સેવા મેડલ

ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ આપવામાં આવશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદને પબ્લિક અફેર્સમાં પદ્મ ભૂષણ આપવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.