ETV Bharat / bharat

પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ કોર્ટમાં થશે રજૂ, આઈએનએક્સ મીડિયા કેસનો મામલો

આઈએનએક્સ મીડિયા ડીલ મામલે પૂર્વ નાણાંપ્રધાન પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર થવાના છે. આ કેસની સુનાવણી સ્પેશિયલ જજ એમ. કે. નાગપાલ સમક્ષ કરવામાં આવશે.

પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ કોર્ટમાં થશે રજૂ, આઈએનએક્સ મીડિયા કેસનો મામલો
પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ કોર્ટમાં થશે રજૂ, આઈએનએક્સ મીડિયા કેસનો મામલો
author img

By

Published : Apr 7, 2021, 3:51 PM IST

  • પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમ વિરુદ્ધ EDનો કેસ
  • દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર થશે
  • કાર્તિ ચિદમ્બરમ પણ આ કેસમાં છે આરોપી

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા ડીલ મામલે પૂર્વ નાણાંપ્રધાન પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર થવાના છે. આ કેસની સુનાવણી સ્પેશિયલ જજ એમ. કે. નાગપાલ સમક્ષ કરવામાં આવશે. ગત 24 માર્ચે કોર્ટ દ્વારા પી ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બરમ સહિત 8 આરોપીઓને સમન્સ જારી કરવામાં આવ્યું હતું.

કઇ કઇ કલમો લગાડવામાં આવી છે?

24 માર્ચે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અંગે કોર્ટે સંજ્ઞાન લીધું હતું. કોર્ટે મની લોન્ડરિંગ એક્ટની કલમ 3 અને 70 હેઠળ દાખલ કરેલી ચાર્જશીટને ધ્યાનમાં લીધી હતી. આ કેસમાં સીબીઆઈએ 15 મે 2017ના રોજ એફઆઈઆર દાખલ કરી હતી. બાદમાં EDએ 18 મે 2017ના રોજ એફઆઈઆર નોંધાવી હતી. સીબીઆઈએ ભારતીય દંડ સંહિતાની કલમ 120બી, 420 અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની કલમ 8, 12 (2) અને 13 (1) (ડી) હેઠળ આરોપો લગાવ્યાં છે. આઈએનએક્સ મીડિયાના ડિરેક્ટર ઈન્દ્રાણી મુખર્જી અને ચીફ ઓપરેટિંગ ઓફિસર પીટર મુખર્જીની ફરિયાદ પર આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. કાર્તિ ચિદમ્બરમ પર વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી)ની મંજૂરી મેળવવા માટે આઈએનએક્સ મીડિયા પાસેથી પૈસા વસૂલવાનો આરોપ છે.

આ પણ વાંચોઃ પી.ચિદમ્બરમનાં પુત્ર કાર્તિને સુપ્રીમ કોર્ટની રાહત, શરતો સાથે વિદેશ જવા મંજૂરી

ચિદમ્બરમ સહિત આ છે આરોપીઓ

આ કેસમાં આરોપી તરીકે પી.ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બરમ, સુબ્રમણ્યમ ભાસ્કરન,મેસર્સ એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ સિંગાપોર લિમિટેડ, આઈએનએક્સ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ, એડવાન્ટેજ એસ્ટ્રેટિજિયા એસ્પોર્ટીવા એસએલયુ, મેસર્સ ક્રિયા એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર્સ પ્રાઇવેટ લિમિટેડ, મેસર્સ નોર્થ સ્ટાર સોફ્ટવેર સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ અને કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ શામેલ છે.

આ પણ વાંચોઃ મની લોન્ડરિંગ કેસ: ઇડીએ ચિદમ્બરમ અને પુત્ર કાર્તિ સામે ચાર્જશીટ ફાઇલ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.