- હરિયાણામાં હવે કોરોનાના દર્દીઓને ડોર ટૂ ડોર ઓક્સિજન મળશે
- ઉત્તરપ્રદેશ સરકારની જેમ હરિયાણા સરકારે ઓક્સિજનની હોમ ડિલિવરી શરૂ કરી
- Oct.genhry.in પર અરજી કરીને દર્દીઓ ઓક્સિજનની બોટલ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે
ગુરુગ્રામઃ હરિયાણામાં ઓક્સિજનની અછતના કારણે ઘણા કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આનાથી શિખ લઈ હવે ઉત્તરપ્રદેશ સરકારે ડોર ટૂ ટોર ઓક્સિજન સપ્લાય કરવાની યોજના બનાવી છે. ગુરુગ્રામમાં પણ આ યોજનાની શરૂઆત થઈ રહી છે. જો તમારે ઓક્સિજનની બોટલ ઘર પર જ જોઈએ તો તમે પણ Oct.genhry.in પર અરજી કરીને ઓક્સિજનનો પૂરવઠાનો ડોર ટૂ ડોર યોજના અંતર્ગત ફાયદા ઉઠાવી શકો છો. જોકે, ઉત્તરપ્રદેશ સરકારે ઓક્સિજની અછતથી પીડાતા દર્દીઓના પરિવારજનોને મોટી રાહત આપતા ઓક્સિજનનો પૂરવઠો નિઃશુલ્ક ડોર ટૂ ડોર પહોંચાડવા યોજના પર કામ શરૂ કર્યું છે.
આ પણ વાંચોઃ દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન સંકટ, અનેક દર્દીઓની હાલત નાજુક
ઓક્સિજનની કાળા બજારીને જોઈને હોમ ડિલિવરીનો નિર્ણય
આ મામલામાં નોડલ અધિકારી દિનેશ કુમારનું માનીએ તો તેમની પાસે અરજી આવવાનું શરૂ થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં અરજીકર્તાઓના ઘરે ઓક્સિજન પહોંચવાનું શરૂ થઈ જશે. એક તરફ જ્યાં રાજ્ય ઓક્સિજનની અછતથી પીડાઈ રહ્યું છે તો બીજી તરફ સરકારને ઓક્સિજનની કાળાબજારી અને સ્ટોરેજ જેવી ફરિયાદો મળવા લાગી હતી. ત્યારબાદ રાજ્યની મનોહર સરકારે આ ગંભીર સમસ્યાને જોતે ઓક્સિજનની હોમ ડિલિવરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચોઃ ખંભાતની કેમ્બે જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતા 34થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
ઓક્સિજનની અછતનું પરિણામ દર્દીઓએ ભોગવવું પડ્યું
છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં રાજ્યભરમાં ઓક્સિજનના પૂરવઠાની અછત રહી હતી, જેનું સૌથી મોટું નુકસાન કોરોના સંક્રમિત દર્દીઓને ભોગવવું પડ્યું હતું. જે હોમ આઈસોલેટ હતા અને ઓક્સિજન ન મળવાથી મૃત્યુ પામી રહ્યા હતા.