- કૂતરાંઓના વ્યવહાર અંગે રસપ્રદ અભ્યાસ
- માલિકોના વ્યવહારની કૂતરાંના વર્તન પરની અસર ચકાસાઈ
- માલિકોની પ્રતિક્રિયાના આધારે કૂતરાં નક્કી કરે છે પોતાનું વર્તન
યુકે: માલિકોના વ્યક્તિત્વની કૂતરાંઓ પરની અસરો વિશેના સંશોધનમાં જાણવા મળ્યું છે, કે જો કૂતરાંના માલિકો બહિર્મુખ અને ખુલ્લા મનવાળા હોય તો કૂતરાંના વર્તનની કેટલીક સમસ્યાઓ તાલીમ આપીને સુધારી શકાય તેવી સંભાવનાઓ હોય છે. માલિકમાં અંતર્મુખતા હોય કે સાંકડા વિચારો ધરાવતાં હોય તો તેવા લક્ષણો કૂતરાના હુમલો અને ડરની લાગણી સાથેના વર્તનમાં કેટલાક ફેરફારો સાથે સંકળાઇ જાય છે.
કૂતરાંઓનું વર્તન સુધારવામાં મળશે મદદ
યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા સ્કૂલ ઓફ વેટરનરી મેડિસિનમાં કામ કરતાં લોરેન પોવેલ કહે છે કે આ જાણકારીથી વેટરનરી સાથે સંકળાયેલા લોકોને કૂતરાં અને માલિકની એવી જોડી ઓળખવામાં સરળતા થશે જેમને ટ્રેનિંગના સમયે વધુ મદદની જરુર પડી શકે છે. 6 મહિનાના સમયગાળામાં પોવેલ અને તેમના સાથીદારોએ 131 કૂતરાંઓ અને તેમના માલિકો સાથે અભ્યાસ તાલીમ લીધી અને જાણ્યું કે કૂતરામાં આક્રમકતા સહિતની વિવિધ સમસ્યાઓ હોય છે. પોવેલની ટીમે કૂતરાંના માલિકોનું વ્યક્તિત્વ પરીક્ષણ પણ કર્યું હતું. સાથે જ માલિકોએ પણ તેમના કૂતરાંઓ વિશે માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ સ્માર્ટ સિટી અમદાવાદમાં રખડતા કૂતરાંઓનો આતંક: જાન્યુઆરીથી મેમાં 27,620 લોકોને કરડ્યાં
બહિર્મુખ સ્વભાવના માલિકોના કૂતરાં જલદી શીખે છે
પોવેલે જણાવ્યું હતું કે આ તાલીમની સફળતા કૂતરાંઓનું વર્તન કેટલું ખરાબ હતું તેના પર નિર્ભર હતી. એટલે કે કૂતરાંઓની વર્તણૂકમાં તાલીમ દ્વારા જે સુધાર લાવી શકાયો તેના પર તાલીમની સફળતા નક્કી કરવામાં આવી હતી. આ સંશોધનમાં એ પણ તારણ મળ્યું છે કે માનવીય વ્યક્તિત્વ કૂતરાંઓની અમુક વર્તણૂકોને સુધારવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. જેમ કે, જે કૂતરાંઓ સંશોધન સમયે વધુ ડરતાં હતાં તેમના માલિકો બહિર્મુખ સ્વભાવના હતાં. તેમણે વધુ પ્રગતિ કરી હતી.
આ પણ વાંચોઃ ખબર છે અમદાવાદમાં કૂતરાંનો કેવો ભય હોય છે? દર મહિને 2000 કેસ કૂતરાં કરડવાના નોંધાય છે
માલિકના વર્તતથી કૂતરાં થાય છે પ્રભાવિત
પેરિસ નજીકના કેનાઇન વર્તન સંશોધન સુવિધા, ઇથોડોગના શાર્લોટ ડુરંટ જણાવે છે કે કૂતરાંઓ કોઈ અજાણ્યાં વ્યક્તિ, અન્ય કૂતરાં કે અન્ય વસ્તુઓનો સામનો કરે છે ત્યારે પોતાનું વર્તન નક્કી કરવા માટે તે પોતાના માલિકની પ્રતિક્રિયા શું છે તે પ્રમાણે નક્કી કરતાં હોય છે.