ETV Bharat / bharat

Covid Vacination In India : કોરોના મહામારી વચ્ચે દેશમાં 60 ટકાથી વધુ લોકોએ લીધી વેક્સિન - કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના કેસ

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, દેશમાં 60 ટકાથી વધુ લોકોને કોરોનાની રસી (Covid Vacination In India) આપવામાં આવી છે. આ ઉપરાંત, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન ફોર્મના સૌથી વધુ 65 કેસ છે, દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19 અને કેરળમાં 15 કેસ (Omicron Cases In India) છે.

Covid Vacination In India
Covid Vacination In India
author img

By

Published : Dec 23, 2021, 12:57 PM IST

Updated : Dec 23, 2021, 1:30 PM IST

નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોમના કેસ (Omicron Cases In India) દિવસેને દિવસે વધતા જાય છે. આ બાબત વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોરોના રસીના આકડાની (Covid Vacination In India) માહિતી જાહેર કરી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, દેશમાં 60 ટકાથી વધુ લોકો (જેઓ પાત્ર છે) કોવિડ 19 રસી મેળવી ચૂક્યા (covid 19 vaccine) છે.

આ પણ વાંચો: ઓમિક્રોનના કારણે ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે

કોરોનાના દૈનિક કેસ 15 હજારથી ઓછા

દેશમાં સતત 56 દિવસ સુધી કોરોનાના દૈનિક કેસ (Corona Cases In India) 15 હજારથી ઓછા છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 78,291 થઈ ગઈ છે, જે સંક્રમણના કુલ કેસના 0.23 ટકા છે. આ દર માર્ચ 2020 બાદ સૌથી નીચો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 101 નો વધારો નોંધાયો (omicron corona vaccine) છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.40 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.

દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા

દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા ગત વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. તે જ સમયે, સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને વટાવી ગયા છે. આ વર્ષે 4 મેના રોજ 2 કરોડને વટાવી ગયા અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયા છે.

આ પણ વાંચો: ભારત સરકાર ક્યારે બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરશેઃ રાહુલ ગાંધી

દેશમાં ઓમિક્રોનની સંખ્યા 236 થઈ

ભારતમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ 'ઓમિક્રોન'ના 236 કેસ નોંધાયા (Omicron Cases In India) છે, જેમાંથી 104 લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે અથવા અન્ય સ્થળો પર ચાલી ગયા છે. આ કેસ 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન ફોર્મના સૌથી વધુ 65 કેસ છે, દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19 અને કેરળમાં 15 કેસ છે.

Last Updated : Dec 23, 2021, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.