- દેશમાં કુપોષિત બાળકોનો આંકડો આસમાને પહોંચ્યો
- દેશમાં 33 લાખથી વધુ બાળકો કુપોષિત છે, જેમાંથી 17.7 લાખ અત્યંત કુપોષિત
- સૂચનાના અધિકાર (RTI) અંતર્ગત પૂછેલા પ્રશ્નના જવાબમાં માહિતી આવી સામે
- કુપોષિત બાળકોવાળા રાજ્યોમાં મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાત ટોપ પર
નવી દિલ્હીઃ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સૂચનાના અધિકાર (RTI) અંતર્ગત પૂછેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, દેશમાં 33 લાખથી વધુ બાળકો કુપોષિત છે, જેમાંથી 17.7 લાખથી વધુ બાળકો તો અત્યંત કુપોષિતની શ્રેણીમાં આવે છે. કુપોષિત બાળકોવાળા રાજ્યોમાં મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાત ટોપ પર છે.
આ પણ વાંચો- વિશ્વમાં થતા બાળલગ્નમાં દરેક ત્રણમાંથી એક બાળકી ભારતીયઃ યુનિસેફ
14 ઓક્ટોબર 2021ની સ્થિતિ અનુસાર કુપોષિત બાળકોની સ્થિતિ
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગરીબથી અતિગરીબ લોકોમાં કોરોના મહામારીથી આરોગ્ય અને પોષણ સંબંધિત સંકટ વધવાની સંબંધિત આશંકા બતાવતા અનુમાન વ્યક્ત કર્યું છે કે, 14 ઓક્ટોબર 2021ની સ્થિતિ અનુસાર દેશમાં 17,76,902 બાળકો અત્યંત કુપોષિત અને 15,46,420 બાળકો અલ્પ કુપોષિત છે.
ગયા વર્ષે બનાવાયેલી પોષણ એપ પર આંકડા રજિસ્ટર્ડ કરાયા
મંત્રાલયે એક RTI અરજીના જવાબમાં કહ્યું હતું કે, 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આંકડાઓથી કુલ 33,23,322 બાળકોના આંકડા આવ્યા હતા. આ આંકડા ગયા વર્ષે બનાવવામાં આવેલી પોષણ એપ પર રજિસ્ટર્ડ કરવામાં આવ્યા હતા, જેથી પોષણના પરિણામ પર દેખરેખ રાખી શકાય.
આ સંખ્યા ખૂબ જ ચિંતાજનક છે
આ સંખ્યા ખૂબ જ ચિંતાજનક છે, પરંતુ ગયા વર્ષે નવેમ્બરની સરખામણીમાં આ વધુ ચિંતા પેદા કરે છે. નવેમ્બર 2020થી 14 ઓક્ટોબર 2021ની વચ્ચે ગંભીર રીતે કુપોષિત બાળકોની સંખ્યામાં 91 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, તે સંબંધમાં 2 પ્રકારના આંકડા છે, જે આંકડાઓના સંગ્રહના વિવિધ પ્રકાર પર આધારિત છે.
આ પણ વાંચો- વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ: કેન્સર જાણે તે જીતે ડરે તે મરે, આવો સંકલ્પ કરી દરેકને જાગૃત કરવાની મુહિમમાં જોડાઇએ
તાજા આંકડા પોષણ ટ્રેકર એપથી લેવાયા
ગયા વર્ષે અત્યંત કુપોષિત બાળકો (6 મહિનાથી લઈને 6 વર્ષ સુધી)ની સંખ્યા 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ગણવામાં આવી અને કેન્દ્રને જણાવવામાં આવી હતી. તાજા આંકડા પોષણ ટ્રેકર એપથી લેવામાં આવ્યા છે, જ્યાં આંકડા સીધા આંગણવાડીઓ દ્વારા નોંધવામાં આવે છે તથા કેન્દ્ર તેને મેળવે છે.