ETV Bharat / bharat

કેન્દ્ર સરકારે રસીકરણ માટે 35000 કરોડ બજેટ ફાળવ્યું, માત્ર 4,744 કરોડ વાપર્યા - વૈશ્વિક મહામારી

કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકારે મંજૂર કરેલા રૂપિયા 35,000 કરોડના બજેટનો ઉપયોગ એવા સમયે કરવામાં આવી રહ્યો છે. જ્યારે, રસીકરણ અભિયાનની ગતિને જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દ્વારા, નવા કોવિડ સંક્રમણના કેસના વધારાને ઓછો કરી શકાય છે. વરિષ્ઠ સંવાદદાતા કૃષ્ણનંદ ત્રિપાઠીએ આ બાબતે લેખ દ્વારા માહિતી આપી છે.

કેન્દ્ર સરકારે રસીકરણ માટે 35000 કરોડ બજેટ ફાળવ્યું, માત્ર 4,744 કરોડ વાપર્યા

author img

By

Published : May 8, 2021, 5:36 PM IST

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ કાર્યક્રમમાં 4,744 કરોડ રૂપિયા ખર્ચ કરાયા
  • રસીકરણ માટે ફાળવવામાં આવેલા કુલ બજેટના 14 ટકાથી પણ ઓછો ખર્ચ
  • સરકારે રસીકરણ અભિયાન પર કુલ 4,744.45 કરોડ ખર્ચ કરવામાં આવ્યા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વૈશ્વિક મહામારીના નિવારણ માટેના રાષ્ટ્રવ્યાપી રસીકરણ કાર્યક્રમમાં 4,744 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. જે વર્તમાન, નાણાકીય વર્ષમાં રસીકરણ માટે ફાળવવામાં આવેલા કુલ બજેટના 14 ટકાથી પણ ઓછા છે. ભારતમાં વિશ્વની સૌથી મોટી રસીકરણ ઝુંબેશ અનેક મોરચે નિષ્ફળતાઓનો સામનો કરી રહી છે. કેટલાક રાજ્યોમાં રસીની અછત છે. જ્યારે, ઘણા સ્થળોએ રસીકરણની ગતિ ખૂબ ઓછી જોવા મળી રહી હોય છે.

આ પણ વાંચો: દેશના દરેક નાગરીકને વિનામૂલ્યે કોરોના રસી મળવી જોઈએ : રાહુલ ગાંધી

રસીકરણ અભિયાન પર કુલ 4,744.45 કરોડ ખર્ચ કર્યા

કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકારે મંજૂર કરેલા રૂપિયા 35,000 કરોડના બજેટનો ઉપયોગ એવા સમયે કરવામાં આવી રહ્યો છે. જ્યારે, રસીકરણ અભિયાનની ગતિને જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દ્વારા, નવા કોવિડ સંક્રમણના કેસના વધારાને ઓછો કરી શકાય છે. છેલ્લા એક અઠવાડિયામાં, ભારતમાં સરેરાશ 3.86 લાખ નવા કેસ નોંધાયા છે અને દરરોજ 3600થી વધુ લોકોના મૃત્યુ નોંધાઇ રહ્યા છે. શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે, સરકારે રસીકરણ અભિયાન પર કુલ 4,744.45 કરોડ ખર્ચ કર્યા છે. તેણે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ને 3,639.67 કરોડ અને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકને 1,104.78 કરોડ ચૂકવ્યા છે.

રસીકરણ અભિયાન માટે કુલ નાણાં ફાળવ્યા

વર્તમાન નાણાંકીય વર્ષ માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કોવિડ રસીકરણ અભિયાન માટે 35,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાની જાહેરાત કરી હતી. નાણાં પ્રધાને પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે 'મેં કોવિડ 19 રસી માટે 2021-22ના અંદાજપત્રમાં 35,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જો જરૂરી હોય તો, હું વધુ ભંડોળ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છું. નાણાં પ્રધાને કહ્યું કે, સરકારે આરોગ્ય બજેટને વર્ષ 2020-21માં 94,452 કરોડ રૂપિયાથી વધારીને ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા 2,23,846 કરોડ કરી દીધું છે.

આ પણ વાંચો: કોવિડ રસીકરણ માટે એક કલાકમાં 35 લાખથી વધુ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

રાજ્યોને રસીનો 17.15 કરોડ ડોઝ અપાયો

માહિતી અનુસાર, કેન્દ્ર દ્વારા અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 17.15 કરોડથી વધુની રસીના મફત ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય કર્મચારીઓએ અત્યાર સુધીમાં 16.24 કરોડથી વધુ રસીના ડોઝ આપ્યા છે. જ્યારે, 13.09 કરોડથી વધુ વ્યક્તિઓને ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. આ ઉપરાંત, 3.14 કરોડથી વધુ લાભાર્થીઓને કોવિડ રસીના બન્ને ડોઝ લીધા છે.

રસીકરણ કાર્યક્રમ પર સંકટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે જાન્યુઆરીમાં વિશ્વની સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી. પ્રથમ તબક્કામાં, દેશમાં આરોગ્ય કર્મચારીઓ, સ્વચ્છતા કાર્યકરો અને સુરક્ષા દળો અને ફાયર બ્રિગેડના સભ્યો સહિત 3 કરોડ ફ્રન્ટલાઈન કામદારોનો સમાવેશ કરવાનો લક્ષ્યાંક હતો. બીજો તબક્કો આ વર્ષે માર્ચમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી હતી. જો કે, સરકારે આ બાદ 45 વર્ષની વયના લોકોનો સમાવેશ કર્યો હતો. કારણ કે, કોરોના કેસોમાં 90 ટકાથી વધુ મૃત્યુ એક જ વય જૂથમાંથી થયા છે. આ બાદ, 1 માર્ચે ભારતમાં 11,500થી વધુ કોરોના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો હતો. 1 મેના રોજ 3.9 લાખથી વધુ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, રસીકરણની હાલની ગતિ ઝડપી બનાવવાની જરૂરિયાત દર્શાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.