ETV Bharat / bharat

ઉદ્ઘવની અગ્નિપરીક્ષા: શિવસેનાના 56 ધારાસભ્યોમાંથી 22 જ બેઠકમાં હાજર - એકનાથ શિંદે

મહારાષ્ટ્રમાં સત્તાના સંકટ વચ્ચે મંગળવારે સવારથી માહોલ રાજકીય ચહલપહલ વાળો રહ્યો છે. મહારાષ્ટ્રની સરકાર (Maharashtra political Crises) પર સંકટ તોળાઈ રહ્યું છે. માહોલને ધ્યાને લઈને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Chief Minister Uddhav Thackeray) ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. પણ આ બેઠકમાં માત્ર 22 જ ધારાસભ્યો હાજર રહ્યા છે. બાકીના ધારાસભ્યો સુરતની લક્ઝરી ગણાતી હોટેલમાં રોકાયા હોવાની અટકળ છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 56 ધારાસભ્યો શિવસેનાના છે. જેમાંથી 22 ધારાસભ્યો આ બેઠકમાં પહોંચ્યાના વાવડ મળ્યા છે.

ઉદ્ઘવની અગ્નિપરીક્ષા: શિવસેનાના 56 ધારાસભ્યોમાંથી 22 જ બેઠકમાં હાજર

author img

By

Published : Jun 21, 2022, 6:46 PM IST

Updated : Jun 21, 2022, 10:55 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ (Maharashtra political Crises) જોવા મળી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના ધારાસભ્યોની યુદ્ધના ઘોરણે બેઠક યોજી છે, પણ આ બેઠકમાં માત્ર 22 જ ધારાસભ્યો આવ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભામાં 56 ધારાસભ્યો શિવસેનાના છે. બાકીના 38 ધારાસભ્યોએ આ બેઠકમાં હાજરી આપી ન હતી. એવી પણ અટકળો છે કે, 38 ધારાસભ્યો સુરતની (Eknath shinde surat hotel) હોટેલમાં છે. નારાજ થયેલા ધારાસભ્યોને મનાવવા માટે શિવસેનાએ મિલિન્દ નાર્વેકર (Shiv Sena leader Milind Narvekar) અને રવીન્દ્ર પાઠકને (Ravindra Pathak) સુરત મોકલી દીધા છે. પણ આ શિવસેનાના ધારાસભ્યોને હોટેલની બહાર ઊભા રાખવામાં આવ્યા હતા. થોડી વાર બાદ બન્ને અંદર ગયા હતા.

આ પણ વાંચો: તો કઈક આવા છે એકનાથ શિંદેની નારાજગી પાછળના 4 મુખ્ય કારણો

10 સભ્યો સંપર્ક વિહોણા: મહારાષ્ટ્ર સરકારના 10 ઘારાસભ્યો એકાએક સંપર્ક વિહોણા થતા રાજકીય માહોલ ગરમાયો હતો. એકનાથ શિંદે પોતાની સાથે 30 જેટલા ધારાસભ્યોને લઈને સુરત પહોંચ્યા હતા. હવે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે લટકતી તલવાર છે. જોકે, સાંજે મિલિન્દ નાર્વેકર અને રવીન્દ્ર પાઠકે ધારાસભ્યો સાથે સુરતમાં બેઠક યોજી હતી. દોઢ કલાક સુધી આ બેઠક ચાલી હોવાની વાત સામે આવી છે. પછી નાર્વેકર અને રવીન્દ્ર પાઠક દિલ્હી જવા માટે રવાના થયા હતા. બળવાખોર નેતા એકનાથ શિંદેને શિવસેનાના ધારાસભ્ય દળના નેતા તરીકે દૂર કરી દેવાયા હતા.

આ પણ વાંચો: Eknath Shinde Latest News : અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ, એકનાથ શિંદેએ ટ્વિટ કર્યું

બેઠકમાં પ્રસ્તાવ પાર: શિંદેને દૂર કરવાના પ્રસ્તાવ પર 22 ધારાસભ્યોએ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. નાર્વેકર સુરતમાં શિંદેને મળ્યા હતા. ગંભીર ચર્ચા પણ કરી હતી. આશરે દોઢ કલાક સુધી આ બેઠક ચાલી હતી. ઉદ્ધવ ઠાકરે સામે હવે અગ્નિપરીક્ષા જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. શિવસેનાના જ નેતાઓની નારાજીએ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પર સંકટ ઊભું કરી દીધું છે. જોકે, સુરતમા ન માત્ર શિવસેનાના પણ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ પણ આવ્યા હોવાની વાત છે.

Last Updated : Jun 21, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.