ETV Bharat / bharat

chardham yatra 2021: આ વર્ષે ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા માટે ઓનલાઇન ટ્રીપ કાર્ડ જરૂરી

ચારધામ યાત્રા (chardham yatra 2021) અને હેમકુંડ સાહિબ યાત્રા માટે ખાનગી વાહનોમાં ટ્રિપ કાર્ડની સિસ્ટમ લાગુ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. મંગળવારે સરકારી કક્ષાએ પરિવહન વિભાગની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા (Hemkund Sahib Yatra)પર જતા વાહનો માટે ઓનલાઇન ટ્રિપ કાર્ડ લાગુ કરવામાં આવ્યું છે.

આ વર્ષે ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા માટે ઓનલાઇન ટ્રીપ કાર્ડ જરૂરી

author img

By

Published : Jun 23, 2021, 9:38 AM IST

  • ઉત્તરાખંડ સરકાર ચારધામ યાત્રાની તૈયારીમાં વ્યસ્ત
  • ચારધામ સાથે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક
  • ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા પર જતા વાહનો માટે ઓનલાઇન ટ્રિપ કાર્ડ લાગુ

દહેરાદૂન: ઉત્તરાખંડ સરકાર 1 જુલાઇથી તબક્કાવાર રીતે શરૂ થતી ચારધામ યાત્રા (chardham yatra 2021)ની તૈયારીમાં વ્યસ્ત છે. ચારધામ સાથે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને સરકાર દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપવામાં આવી રહી છે. મંગળવારે સરકારી કક્ષાએ પરિવહન વિભાગની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા (Hemkund Sahib Yatra)પર જતા વાહનો માટે ઓનલાઇન ટ્રિપ કાર્ડ લાગુ કરવામાં આવ્યું છે.

ખાનગી વાહનો પાસેથી યુઝર ચાર્જના રૂપમાં એન્ટ્રી સેસ પણ ઓનલાઇન એકત્રિત કરવામાં આવશે

બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, ખાનગી વાહનો પાસેથી યુઝર ચાર્જના રૂપમાં એન્ટ્રી સેસ પણ ઓનલાઇન એકત્રિત કરવામાં આવશે. જોકે, પહેલા યુઝર ચાર્જ તરીકે એન્ટ્રી સેસ રૂપિયા 20 હતો, જે હવે વધારીને રૂપિયા 50 કરવાની તૈયારી કરવામાં આવી છે. બેઠકમાં ટ્રાન્સપોર્ટ કમિશનર વતી તેનો પ્રસ્તાવ મોકલવા અને NIC સાથે મળીને હિમાચલની તર્જ પર રકમ વધારવાનું કહેવામાં આવ્યું છે.

ટ્રિપકાર્ડની સિસ્ટમ લાગુ કરવાની સૂચના અપાઈ

આ ઉપરાંત ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા માટે ખાનગી વાહનોમાં ટ્રિપકાર્ડ (Trip card)ની સિસ્ટમ લાગુ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આ સાથે, ટ્રિપકાર્ડના અમલ માટે જે પણ જરૂરી હોય તેને તાત્કાલિક અસરથી લાગુ કરવા સૂચના આપવામાં આવી છે. આવી સ્થિતિમાં ચારધામ યાત્રા પર જતા તમામ ખાનગી તેમજ હેમકુંડ સાહિબ જતા ટુ વ્હીલર્સને ગ્રીનકાર્ડ પોર્ટલ પર ટ્રિપકાર્ડ બનાવવું ફરજિયાત રહેશે. આ સાથે જ વાહનોનું વેરિફિકેશન સરળતાથી અને નિયત સમયમાં કરી શકાય છે. આ માટે NICની મદદથી જારી કરાયેલા ટ્રીપકાર્ડને મેચ કરવાની સિસ્ટમ ખૂબ જ સરળ બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: કોરોના મહામારીને કારણે ચારધામ યાત્રા મુલતવી રાખવામાં આવી

વાહન અધિનિયમ હેઠળ ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટો રાખવી ફરજિયાત

આ બધા સિવાય બેઠક દરમિયાન ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટો પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, તમામ પ્રકારના વાહનો માટે મોટર વાહન અધિનિયમ હેઠળ ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટો રાખવી ફરજિયાત છે. આવી સ્થિતિમાં કોઈપણ વાહન કે જેની પાસે આ નંબર પ્લેટ નથી તેને ચારધામ અને હેમકુંડ સાહિબની પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ માટે ટૂંક સમયમાં પરિવહન વિભાગ ત્રણ સ્વચાલિત નંબર પ્લેટ રેકગ્નિશન એક્શન કેમેરા ખરીદશે. જેનો પ્રસ્તાવ તૈયાર કરી ટૂંક સમયમાં સરકારને મોકલવામાં આવશે.

આ પણ વાંચો: 11 મી જુલાઈથી ચારધામ યાત્રા શરૂ થશે

ચારધામની યાત્રા 1 જુલાઈથી તબક્કાવાર રીતે શરૂ

આપને જણાવી દઈએ કે આ સીઝનમાં ચારધામની યાત્રા 1 જુલાઈથી તબક્કાવાર રીતે શરૂ થઈ રહી છે. જોકે, ઉત્તરાખંડ સરકારે ચારધામને લગતા જિલ્લાઓના રહેવાસીઓ માટે 1 જુલાઈથી જ પ્રવાસ શરૂ કરી છે. 11 જુલાઇથી રાજ્યની જનતા માટે ચારધામ યાત્રા શરૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.