શોપિયાં: જમ્મુ-કાશ્મીરના શોપિયાંના કેથોહલાન વિસ્તારમાં પ્રતિબંધિત આંતકવાદી સંગઠન ધ રેજિસ્ટેન્સ ફ્રંટ એટલે કે TRF સાથે સંકળાયેલો એક આતંકવાદી ઠાર થયો છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર આંતકવાદી પાસેથી હથિયાર અને દારૂદોળો સહિત અન્ય આપત્તીજનક સામગ્રીઓ મળી આવી છે, ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સુરક્ષા દળ અને આંતકવાદીઓ વચ્ચે અથડામણ: મળતી માહિતી અનુસાર, સુરક્ષા દળોને કેથોહલાન વિસ્તારમાં ટીઆરએફ આતંકવાદીઓની ગતિવધિ હોવાની બાતમી મળી હતી. ત્યાર બાદ આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિસ્તારમાં ફસાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન, સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી, અને સામ-સામે અથડામણ શરૂ થઈ.
એક આતંકવાદી ઠાર: આ ફાયરિંગમાં એક આતંકી ઠાર થયાં સમાચાર છે. આતંકીની ઓળખ થઈ શકી નથી. પોલીસનું કહેવું છે કે ઠાર થયેલા આતંકવાદી પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક અને વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. સુરક્ષા દળોને શંકા છે કે તે મોટા આતંકી હુમલાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો.
સુરક્ષા દળ એલર્ટ: એન્કાઉન્ટર બાદ વિસ્તારમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. તમામ શંકાસ્પદ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે તેના અન્ય સાગરિતો આ વિસ્તારમાં છુપાયેલા હોય શકે છે. પોલીસ બાતમીદારોની મદદથી તેના ષડયંત્રનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલના દિવસોમાં આતંકવાદી ઘટનાઓને જોતા સુરક્ષા દળો એલર્ટ છે.